અરેરાટીઃ દર્શન કરી પરત આવી રહેલા એક જ પરિવારના આઠ લોકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક રાજસ્થાનમાં આઠ લોકોના કરૂણ મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દુર્ઘટનામાં શેખાવટીમાં સ્થિત ખાટૂશ્યામજીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા અને યાત્રાળુઓની જીપને ટ્રેલર દ્વારા ટક્કર વાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. હાદસામાં મૃતકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે અને એક જ પરિવારના છે. અકસ્માતની સૂચના મળતા જ
 
અરેરાટીઃ દર્શન કરી પરત આવી રહેલા એક જ પરિવારના આઠ લોકોના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

રાજસ્થાનમાં આઠ લોકોના કરૂણ મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દુર્ઘટનામાં શેખાવટીમાં સ્થિત ખાટૂશ્યામજીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા અને યાત્રાળુઓની જીપને ટ્રેલર દ્વારા ટક્કર વાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. હાદસામાં મૃતકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે અને એક જ પરિવારના છે. અકસ્માતની સૂચના મળતા જ તંત્ર દોડી આવ્યું હતું અને રેસ્ક્યૂ શરૂ કરવામાં આવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના ટોંક જિલ્લામાં મંગળવારે રાતે ભીષણ સડક દુર્ઘટના સામે આવી છે . દુર્ઘટનાનો શિકાર થયેલા બધા લોકો મધ્યપ્રદેશના હતા અને રાજગઢ જિલ્લાના રહેવાસી હતા. રાત્રે બે વાગ્યે આ દુર્ઘટનાની માહિતી સામે આવી હતી જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીરરૂપે ઇજાગ્રસ્ત છે અને પોલીસે મોડી રાતે મૃતકો અને ઇજાગ્રસ્તોને જીપમાંથી બહાર કાઢ્યા હતા.

ઇજાગ્રસ્તોને જયપુર ખસેડવામાં આવ્યા છે અને મૃતકોના પરિજનોને સૂચના આપી દેવામાં આવી છે. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે તથા ટ્રેલરનો ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જીપ ચાલક પણ આ ઘટનામાં બચી ગયો હોવાની સૂચના છે અને તે પણ ફરાર થઈ ગયો છે.