ધરપકડ@ભુજ: ચોક્કસ બાતમી આધારે SOGએ 2 કિલો ગાંજા સાથે ઈસમને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભુજમાં ચાની હોટલ ચલાવતો એક શખ્સ ગાંજા સાથે ઝડપાઈ ગયો છે. આરોપી ભુજ તાલુકાના લાખોદ ટોલનાકા નજીકથી કાર સાથે પોલીસના સંકજામાં આવ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કારમાં બેસી એક શખ્સ પોતાની સાથે ગાંજો રાખી પસાર થવાનો છે. જે આધારે એસઓજીની ટીમે ટોલનાકા પાસેથી કાર સહીત લગભગ 2
 
ધરપકડ@ભુજ: ચોક્કસ બાતમી આધારે SOGએ 2 કિલો ગાંજા સાથે ઈસમને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભુજમાં ચાની હોટલ ચલાવતો એક શખ્સ ગાંજા સાથે ઝડપાઈ ગયો છે. આરોપી ભુજ તાલુકાના લાખોદ ટોલનાકા નજીકથી કાર સાથે પોલીસના સંકજામાં આવ્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કારમાં બેસી એક શખ્સ પોતાની સાથે ગાંજો રાખી પસાર થવાનો છે. જે આધારે એસઓજીની ટીમે ટોલનાકા પાસેથી કાર સહીત લગભગ 2 કિલો ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભુજની જુની રાવલવાડીનો રહેવાશી જીતેન્દ્ર લક્ષ્મણદાસ કોઠારી શહેરના બસ સ્ટેશન પાસે મનોહર ટી સ્ટોલ ચલાવે છે. જેને એસઓજીની ટીમે ચોક્કર બાતમી આધારે લાખોદ ટોલનાકા પાસેથી 1.94 કિ.ગ્રા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પીલીસની ટીમે આરોપીને ઝડપી પાડવા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. જેથી GJ-12-CP-6970 નંબર વાળી સ્વીફ્ટ કાર ટોલનાકા પાસેથી પસાર થતાં તેને રોકવામાં આવી હતી. આરોપી પાસેથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.