અરવલ્લી: માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં રૂપિયા 250ના ઘટાડાથી ખેડૂતોમાં રોષ

અટલ સમાચાર, ડેસ્ક અરવલ્લી જિલ્લામાં 32 હજારથી વધુ હેકટરમાં કપાસનું વાવેતર ચાલુ સાલે ખરીફ સીઝનમાં કરાયું હતું. આ વર્ષે અતિવૃષ્ટિ, પાછોતરો વરસાદ અને કમોસમી વરસાદ બાદ કપાસમાં રોગ આવતાં કપાસ બગડયો હતો. અને ખુલ્લા બજારમાં અગાઉ 1000 થી 1100 ના ભાવે વેચાતા કપાસના ભાવ હાલ રૂ.800 પડતાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. મોડાસા માર્કેટયાર્ડમાં
 
અરવલ્લી: માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં રૂપિયા 250ના ઘટાડાથી ખેડૂતોમાં રોષ

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લી જિલ્લામાં 32 હજારથી વધુ હેકટરમાં કપાસનું વાવેતર ચાલુ સાલે ખરીફ સીઝનમાં કરાયું હતું. આ વર્ષે અતિવૃષ્ટિ, પાછોતરો વરસાદ અને કમોસમી વરસાદ બાદ કપાસમાં રોગ આવતાં કપાસ બગડયો હતો. અને ખુલ્લા બજારમાં અગાઉ 1000 થી 1100 ના ભાવે વેચાતા કપાસના ભાવ હાલ રૂ.800 પડતાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે.

મોડાસા માર્કેટયાર્ડમાં મંગળવારના રોજ કપાસ વેચવા આવેલા ખેડૂતોના કપાસ રૂ. 800 હરાજીમાં બોલાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. જિલ્લામાં ચાલુ વર્ષે 125 ટકા જેટલો ભરપુર વરસાદ વરસ્યો છે. પાછોતરા વરસાદ બાદ પડતા ઉપર પાટુ સમાન માવઠાએ તો જિલ્લાના હજારો ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી હતી. મગફળી સહિતના ખરીફ પાકોમાં વ્યાપક નુકશાની વેઠી રહેલા ખેડૂતો યોગ્ય વળતરની માંગ ઉઠાવી રહ્યા છે.

મોડાસામાં કપાસના હોલસેલ વેપારી નવાઝભાઈ શાખીના જણાવ્યા મુજબ હાલ જે ખેડૂતો કપાસનો માલ લઈ આવે છે તેમાં 35 ટકા થી વધુ હવા જણાય છે. જીનીંગ વાળા આવો હવાવાળો માલ સ્વીકારતા નથી, તેથી વેપારીને પણ વધુ ભાવ આપવા પોસાતા નથી. આમ જીનીંગ મિલ અને વેપારીઓ વચ્ચે જગતનો તાત હાલ ભીડાઈ રહ્યો છે.