અરવલ્લીઃ ડાયાબિટીસથી પીડાતા વેપારીએ નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

અટલ સમાચાર, ભિલોડા અરવલ્લી જીલ્લાના ભિલોડાના વેપારીએ ડાયાબિટીસ અને માનસિક બીમારીથી કંટાળી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. કિરાણાના વેપારીએ મોત વ્હાલું કરતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક અગ્રણી વેપારીએ બીમારીથી કંટાળી જીવનલીલા સંકેલી લેતા વેપારીઓ
 
અરવલ્લીઃ ડાયાબિટીસથી પીડાતા વેપારીએ નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

અટલ સમાચાર, ભિલોડા

અરવલ્લી જીલ્લાના ભિલોડાના વેપારીએ ડાયાબિટીસ અને માનસિક બીમારીથી કંટાળી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. કિરાણાના વેપારીએ મોત વ્હાલું કરતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે. ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક અગ્રણી વેપારીએ બીમારીથી કંટાળી જીવનલીલા સંકેલી લેતા વેપારીઓ પણ અચંબિત બન્યા હતા.

ભિલોડા બસસ્ટેન્ડ નજીક “રાઠી કિરાણા” સ્ટોર નામની પેઢી ધરાવતા મુકેશભાઈ ધનરાજભાઈ રાઠી નામના વેપારી છેલ્લા કેટલાક વર્ષોથી ડાયાબિટીસથી પીડાતા હતા. આથી વેપારી સતત માનસિક રીતે પરેશાન રહેતા હતા. આ દરમિયાન ગત બુધવારે ઘરેથી નીકળી જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે સોમવારે સવારે ભિલોડા નજીકથી પસાર થતી બુઢેલી નદીમાં મુકેશભાઈ ધનરાજ ભાઈ રાઠીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના જાણ પરિવારજનોને થતાં ઘટનાસ્થળે પહોંચી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.

અરવલ્લીઃ ડાયાબિટીસથી પીડાતા વેપારીએ નદીમાં ઝંપલાવી કરી આત્મહત્યા

બનાવને પગલે ભિલોડા નગરના વેપારીઓ અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. ભિલોડા પોલીસે તાબડતોડ નદીના કિનારે પહોંચી મૃતક વેપારીની લાશને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી. ભિલોડા પોલીસે મૃતક વેપારીના પુત્ર દિપકુમાર મુકેશભાઈ રાઠીની ફરિયાદના આધારે સીઆરપીસી-174 કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.