અરવલ્લી: અદાલતમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું ઉદ્ધાટન કરાયું

અટલ સમાચાર, મોડાસા અરવલ્લી જીલ્લા સેશન્સ કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. બાળકો સાથે થયેલી હિંસા અથવા તો કોઇપણ પ્રકારની ઘટના બાદ બાળકો કોર્ટ રૂમમાં ભયનો અહેસાસ કરતા હોય છે. જેને લઇ બાળકો નિર્ભયપણે જુબાની આપી શકે તે હેતુથી કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરાયું છે. આ પ્રસંગે કલેક્ટર અમૃતેશ ઔરગાંબાદકર
 
અરવલ્લી: અદાલતમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું ઉદ્ધાટન કરાયું

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જીલ્લા સેશન્સ કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ. બાળકો સાથે થયેલી હિંસા અથવા તો કોઇપણ પ્રકારની ઘટના બાદ બાળકો કોર્ટ રૂમમાં ભયનો અહેસાસ કરતા હોય છે. જેને લઇ બાળકો નિર્ભયપણે જુબાની આપી શકે તે હેતુથી કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરાયું છે. આ પ્રસંગે કલેક્ટર અમૃતેશ ઔરગાંબાદકર અને જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી: અદાલતમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું ઉદ્ધાટન કરાયું

અરવલ્લી જીલ્લા સેશન્સ કોર્ટના પ્રિન્સીપાલ જજ રીઝવાના બુખારી દ્રારા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર અને પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. બાળકો સાથે થયેલી હિંસા અથવા તો કોઇપણ પ્રકારની ઘટના બાદ બાળકો કોર્ટ રૂમમાં ભયનો અહેસાસ કરતા હોય છે. જેને લઇ બાળકો નિર્ભયપણે જુબાની આપી શકે તે હેતુથી કોર્ટમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર શરૂ કરાયું છે. આ કેન્દ્રમાં બાળકો માટે ખાસ રૂમ તૈયાર કરાયો છે, જ્યાં બાળકોને બેસવા સહિત કોઇપણ ડર વિના જુબાની આપી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.