અશ્વિની કુમાર: હાઈવે પરના પેટ્રોલપંપોને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
 
અશ્વિની કુમાર: હાઈવે પરના પેટ્રોલપંપોને સમયમર્યાદામાંથી મુક્તિ અપાઈ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય સરકાર દ્વારા લોકોની લાગણી, અપેક્ષા મુજબ છૂટછાટ આપવા તત્પર અને તૈયાર છે. ગઈકાલે એવી જાહેરાત કરાઈ હતી કે, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ સાથે જોડાયેલા દુકાનોને ઓડ ઈવન ફોરમ્યુલા લાગુ પડશે નહિ. જીવનજરૂરિયાતની દુકાનો રોજ પ્રતિદિન ચાલુ રાખી શકાશે. પેટ્રોલ પંપ સવારે 8 સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પેટ્રોલપંપ અંગે રજૂઆત થઈ હતી જેનાબાદ આ સમયમર્યાદા અંગે ચેન્જ કરાયો છે. હાઈવે પર પેટ્રોલ પંપ આવતા હોય તેને આ સમય મર્યાદામાંથી મુક્તિ મળશે, તેઓ વધુ સમય સુધી હાઈવે પર પેટ્રોલ પંપ અને જરૂર પડે તો 24 કલાક ચાલુ રાખી શકાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉને કારણે દેશભરમાં ફસાયેલા પરપ્રાંતિયોઓને પોતાના વતનમાં મોકલવા મામલે ગુજરાત હાલ નંબર વન છે. સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે. ગુજરાતમાંથી 2 મેના રોજ 2 ટ્રેન ચલાવવામાં આવી હતી. જેના બાદ ગઈકાલ રાત સુધી કુલ 699 ટ્રેન શ્રમિકો માટે ગુજરાતમાંથી રવાના કરાઈ છે. કુલ 31 લાખ શ્રમિકોને દેશભરમાંથી એક રાજ્યમંથી બીજા રાજ્યમાં મોકલાયા છે. આ 31 લાખ શ્રમિકોમાંથી 10 લાખ 15 હજાર એટલે કે એક તૃતિયાંશ શ્રમિકો માત્ર ગુજરાતમાંથી મોકલાયા છે. 21 સુધી 699 ટ્રેન અલગ અલગ રાજ્યોમાં રવાના કરાયેલી ટ્રેનમાં તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે