ગૂગલ પે ને લઇ દિલ્હી હાઇકોર્ટ ખફા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સવાલ પૂછ્યા

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં ખૂબ જ લોકપ્રિય એવી પેમેન્ટ એપને લઇને દિલ્હી હાઇકોર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સવાલ પૂછ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલામાં કરાયેલી જાહેર હિતની અરજીની સિનાવણી કરતા આરબીઆઇ અને ગૂગલ ઇન્ડિયા પાસેથી જવાબ માંગ્યો છે કે મંજૂરી વગર ભારતમાં ગૂગલ પે એપ કેવી રીતે ચાલી રહી છે. જાહેર હિતની અરજીમાં દાવો કરાયો
 
ગૂગલ પે ને લઇ દિલ્હી હાઇકોર્ટ ખફા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સવાલ પૂછ્યા

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં ખૂબ જ લોકપ્રિય એવી પેમેન્ટ એપને લઇને દિલ્હી હાઇકોર્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સવાલ પૂછ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ મામલામાં કરાયેલી જાહેર હિતની અરજીની સિનાવણી કરતા આરબીઆઇ અને ગૂગલ ઇન્ડિયા પાસેથી જવાબ માંગ્યો છે કે મંજૂરી વગર ભારતમાં ગૂગલ પે એપ કેવી રીતે ચાલી રહી છે. જાહેર હિતની અરજીમાં દાવો કરાયો છે કે ગૂગલ પે એપ કોઇપણ પ્રકારની અધિકૃત મંજૂરી વગર ચાલી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિએ જે ભંભાની ખેડપીઠે એક જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન આરબીઆઇ અને પ્રશ્ન પૂછ્યો છે. જાહેરહિતની અરજીમાં ગૂગલ પે ચૂરવણીના અધિનિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. તેમજ ભારતમાં ગેરકાયદેસર રીતે તેનો ઉપયોગ થઇ રહ્યો છે તેવું દર્શાવાયું છે. જાહેરહિતની અરજીમાં કહેવાયું છે કે ગૂગલ પે એપને બેંકથી કોઇ માન્ય પ્રમાણપત્ર નથી મળ્યું.

કોર્ટે આરબાઆઇ અને ગૂગલ ઇન્ડિયાને આ મામલામાં નોટિસ પણ જારી કરી છે. અને આ અંગે અભિજીત મિશ્રા પાસેથી જવાબ માંગ્યો છે. જણાવી દઇએ કે 20 માર્ચના રોજ જારી કરાયેલી આરબીઆઇની અધિકૃત પેમેન્ટ ઓપરેટરોની સૂચિમાં ગૂગલ પે એપનું નામ નથી. સૂચિ જાહેર થયા બાદ જ આ મામલો વધુ ગરમાયો છે.