હત્યા@સુરતઃ જેલમાંથી છૂટેલા સાગરીતને બે રાઉન્ડ ફાયરિંગ કરી ઇસમો ફરાર

અટલ સમાચાર, ડેસ્ક સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી ગેંગવોરનું ભૂત ધૂણ્યું છે. લાંબા સમયથી ચાલી આવતી બે ગેંગ વચ્ચેની દુશ્મનાવટમાં અન્ય ગેંગના ત્રણ સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. હત્યાની ઘટના બાદ પાંડેસરા પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ ડીસીપી અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે
 
હત્યા@સુરતઃ જેલમાંથી છૂટેલા સાગરીતને બે રાઉન્ડ ફાયરિંગ કરી ઇસમો ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી ગેંગવોરનું ભૂત ધૂણ્યું છે. લાંબા સમયથી ચાલી આવતી બે ગેંગ વચ્ચેની દુશ્મનાવટમાં અન્ય ગેંગના ત્રણ સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. હત્યાની ઘટના બાદ પાંડેસરા પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ ડીસીપી અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પ્રોસેસ શરૂ કરી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરે નામ ચોકડી નજીક સચિન મિશ્રા નામના યુવકની ત્રણ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકથી બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી છે. સચીન નામનો યુવક પોતાના બચાવ માટે નજીકમાં આવેલા પરિવારના મકાનમાં ઘૂસી ગયો હતો. જોકે ત્યાં પણ ત્રણેય હત્યારા પહોંચી ગયા હતા અને સચિન મિશ્રાના ગળાના ભાગે બે જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ ડીસીપી અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.