સહાય@ગુજરાત: આવતીકાલથી તમામને મળશે સરકારી અનાજ: CMOના સચિવ

અટલ સમાચાર,ગાંધીનગર આવતીકાલે ગુજરાતના દરેક શહેર-તાલુકા અને ગામડાઓમાં લોકડાઉન દરમિયાન સરકાર રાશનનું વિતરણ કરશે. કાર્ડધારકો અને કાર્ડ વગરના તમામ લોકોને રાશન મળશે. CMOના સચિવ અશ્વિની કુમારે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, આવતીકાલથી જીવનજરૂરિયાત રાશનની પાંચ વસ્તુઓનું વિતરણ કરાશે. 1 એપ્રિલથી રાજ્યમાં 17 હજાર દુકાનમાં કરાશે વિતરણ. 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું,
 
સહાય@ગુજરાત: આવતીકાલથી તમામને મળશે સરકારી અનાજ: CMOના સચિવ

અટલ સમાચાર,ગાંધીનગર

આવતીકાલે ગુજરાતના દરેક શહેર-તાલુકા અને ગામડાઓમાં લોકડાઉન દરમિયાન સરકાર રાશનનું વિતરણ કરશે. કાર્ડધારકો અને કાર્ડ વગરના તમામ લોકોને રાશન મળશે. CMOના સચિવ અશ્વિની કુમારે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, આવતીકાલથી જીવનજરૂરિયાત રાશનની પાંચ વસ્તુઓનું વિતરણ કરાશે. 1 એપ્રિલથી રાજ્યમાં 17 હજાર દુકાનમાં કરાશે વિતરણ. 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનું વિતરણ કરાશે. અન્ય રાજ્યના શ્રમિકોને રહેઠાણ-ભોજન માટે 40 કરોડ રકમ ફાળવાઈ છે.

લોકડાઉનના પગલે આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જે વ્યવસ્થા પર દેખરેખ રાખશે. રેશનકાર્ડ ધારકોને ફોન કરીને બોલાવવામાં આવશે. દુકાનદાર અને કમિટી ભીડ ન થાય એટલા માટે 25-25ને ફોન કરીને બોલાવશે. આ ઉપરાંત જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.

કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા રાશનના વિતરણની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે CMOના સચિવ અશ્વિની કુમારે નિવેદન આપ્યું છે કે, રાજ્યમાં બુધવારથી ઘઉ, ચોખા, ખાંડ સહિત 5 વસ્તુઓનું વિતરણ કરાશે. રાજ્યમાં 17 હજાર દુકાનમાં 66 લાખ કુટુંબને ઘઉં, ચોખા, દાળ, મીઠું, ખાંડનું વિતરણ કરાશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની કાળજી રાખવામાં આવશે. સાથે જ જે લોકો પાસે કાર્ડ ન હોય તેમને પણ અનાજ અપાશે. 4 તારીખથી કાર્ડ વગરના લોકોને પણ અનાજ વિતરણ કરાશે. રાશનની દુકાનમાં 25 કાર્ડ ધારકોને દિવસ દરમિયાન બોલાવવામાં આવશે. ટોકન પદ્ધતિ આધારે પુરવઠો આપવામાં આવશે. સાથે જ તંત્ર દ્વારા રાજ્યમાં તમામ ઘંટી ચાલુ રાખવામાં આવશે.