જ્યોતિષઃ દેશમાં સારા ચોમાસાની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક શક સંવત 1941, વિકારી સંવત્સરની શરૂઆત ચૈત્ર સુદ 1 શનિવાર રેવતી નક્ષત્ર, મીન રાશિથી તા.6/04/2019ના રોજ થઈ રહી છે. ચૈત્ર સુદ 1 શનિવાર, રેવતી નક્ષત્ર હોય તો લર્ષ નબળું અને પ્રમાણસર સારો વરસાદ આપે (તા. 6/04/2019) ચૈત્રમાસમાં સંક્રાંતિ (તા.14/04)ના દિવસે કે આસપાસ દિવસે વરસાદ પડે તો વર્ષ દરમિયાન વરસાદની ખેંચ ન પડે
 
જ્યોતિષઃ દેશમાં સારા ચોમાસાની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક

શક સંવત 1941, વિકારી સંવત્સરની શરૂઆત ચૈત્ર સુદ 1 શનિવાર રેવતી નક્ષત્ર, મીન રાશિથી તા.6/04/2019ના રોજ થઈ રહી છે.

ચૈત્ર સુદ 1 શનિવાર, રેવતી નક્ષત્ર હોય તો લર્ષ નબળું અને પ્રમાણસર સારો વરસાદ આપે (તા. 6/04/2019)

ચૈત્રમાસમાં સંક્રાંતિ (તા.14/04)ના દિવસે કે આસપાસ દિવસે વરસાદ પડે તો વર્ષ દરમિયાન વરસાદની ખેંચ ન પડે (તા.16/04 વરસાદ પડેલ)

ચૈત્ર વદ 1 (તા.20/04) મેઘ ગાજે, વીજળી થાય તો વરસાદ નો સારો ગર્ભ બંધાય છે તેમ જાણવું અને જો વાદળ છાયું વાતાવરણ જેવું રહે તો ગર્ભ પ્રમાણસર બંધાય છે. તેમ જાણવું અને તે મુજબ વરસાદ થઈ શકે છે.

ચૈત્ર વદ 5 બુધવાર હોય તો (તા. 24/04) ઘઉં મોંધા થઈ શકે છ.

ચૈત્ર વદ 9,10,11 (તા. 28,29,30 એપ્રિલ) આકાશ વાદળ છાયું રહે તો સારો વરસાદ થઈ શકે છે.

ચૈત્ર વદ 30 અમાસ (તા. 04/05/2019) અશ્ચિની નક્ષત્ર છે. જે વરસાદ ને કારણે રોદચાળો થવાની સંભાવના બતાવે છે.

ફાગણ, ચૈત્ર, અષાઢ, શ્રાવણમાં 4 રવિવાર હોય તો વરસાદ ની ખેંચ ના રહે, (4 વખત જ રવિવાર આવે છે) ભારતીય હવામાન ખાતા દ્વારા પણ અલનિનોની અસર ઓછી રહેતાં દેશમાં સારા ચોમાસાની આગાહી કરી છે.