અટલ@ઈફેક્ટ: બેચરાજીના વિકાસલક્ષી પ્રોજેક્ટનો થયો રિવ્યૂ, શરૂ થશે કામો

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી (ભુરાજી ઠાકોર) અટલ સમાચારના અહેવાલ અને રજૂઆતને ગંભીરતાથી લઈ કલેક્ટર એચ.કે.પટેલ, વહિવટદાર નિશા શર્મા અને બાંધકામના અધિકારીઓની ટીમે મુલાકાત લીધી બેચરાજી મંદિર સહિતના વિકાસલક્ષી કામો સામે સ્થાનિક ધારાસભ્યએ નારાજગી સાથે આક્ષેપ કરતા મહેસાણા કલેક્ટર ટેમ્પલ ટ્રસ્ટ મુલાકાતે પહોંચ્યા હતા. સમગ્ર બાબતે અટલ સમાચારના અહેવાલને પગલે જિલ્લા કલેક્ટર અને વહિવટદાર સહિતની ટીમે
 
અટલ@ઈફેક્ટ: બેચરાજીના વિકાસલક્ષી પ્રોજેક્ટનો થયો રિવ્યૂ, શરૂ થશે કામો

અટલ સમાચાર, મહેસાણા, બેચરાજી (ભુરાજી ઠાકોર)

અટલ સમાચારના અહેવાલ અને રજૂઆતને ગંભીરતાથી લઈ કલેક્ટર એચ.કે.પટેલ, વહિવટદાર નિશા શર્મા અને બાંધકામના અધિકારીઓની ટીમે મુલાકાત લીધી

બેચરાજી મંદિર સહિતના વિકાસલક્ષી કામો સામે સ્થાનિક ધારાસભ્યએ નારાજગી સાથે આક્ષેપ કરતા મહેસાણા કલેક્ટર ટેમ્પલ ટ્રસ્ટ મુલાકાતે પહોંચ્યા હતા. સમગ્ર બાબતે અટલ સમાચારના અહેવાલને પગલે જિલ્લા કલેક્ટર અને વહિવટદાર સહિતની ટીમે આકસ્મિક મુલાકાત લઈ વિવિધ કામો ઝડપથી શરૂ કરાવવા સૂચન કર્યું હતું. જેથી આગામી ટૂંક સમયમાં બેચરાજી મંદિર સાથે નજીકમાં વિવિધ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

અટલ@ઈફેક્ટ: બેચરાજીના વિકાસલક્ષી પ્રોજેક્ટનો થયો રિવ્યૂ, શરૂ થશે કામો

બેચરાજી મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓ, પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે સુવિધાલક્ષી વિકાસ કામો છેલ્લા કેટલાક સમયથી મંદ ગતિએ છે. જેની સામે બેચરાજી ધારાસભ્ય ભરત ઠાકોરે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જે અંગે અટલ સમાચારના અહેવાલ અને રજૂઆતને ગંભીરતાથી લઈ કલેક્ટર એચ.કે.પટેલ, વહિવટદાર નિશા શર્મા અને બાંધકામના અધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી.

સમગ્ર બાબતે કલેક્ટરે પ્રવાસન નિગમના પ્રોજેક્ટ, રૂર્બન પ્રોજેક્ટ અને તે સિવાયની વિવિધ ગ્રાન્ટો સામે કામો ઝડપથી શરૂ કરાવવા મથામણ આદરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રવાસનની ગ્રાન્ટ ઉપલબ્ધ હોવાથી ટૂંક સમયમાં વિવિધ પ્રોજેક્ટ શરૂ થશે. જેમાં કરોડોના ખર્ચે બેચરાજી મંદિર નજીક પાર્કિંગ માટે હાઈટેક વ્યવસ્થા ઊભી થશે. આ સાથે અન્ય કામો જ્યારે પૂર્ણ થશે ત્યારે બેચરાજીમાં દર્શનાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થવાનો અણસાર છે.

બાંધકામ શરૂ જ થયું નથી તો ભ્રષ્ટાચાર કેવી રીતે? – કલેક્ટર

ધારાસભ્યની આક્ષેપ સાથેની રજૂઆત બાદ મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, જે કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા તે કામો શરૂ જ થયા નથી. આથી ધારાસભ્યની ભ્રષ્ટાચારની રજૂઆત પાયાવિહોણી બને છે. હકીકતે કેટલાક કામોની ડિઝાઈન ફાઈનલ ન થઈ હોવાથી શરૂ થઈ શક્યા નથી.

માં બહુચરની લાઈવ આરતી દેશ-વિદેશમાં નિહાળી શકાશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, બેચરાજી ખાતે બિરાજતા માં બહુચરની વહેલી સવારે અને સાંજે થતી આરતી દરેક દર્શનાર્થીઓને જોવા નવીન પ્રોજેક્ટ શરૂ થશે. જેમાં બન્ને ટાઈમની આરતીનું લાઈવ ટેલીકાસ્ટ કરતા સમગ્ર વિશ્વમાં વસતા શ્રધ્ધાળુઓ દર્શન કરી શકશે. આ માટેનો પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, લાઈવ ટેલીકાસ્ટના પ્રોજેક્ટમાં ખર્ચને બદલે ટેમ્પલ ટ્રસ્ટને આવક થશે.