અટલ@અસર: તાબડતોડ ખેડબ્રહ્મા ડીઝાસ્ટરે લેન્ડલાઇન ફોનનું બાકી ભાડુ ભરપાઈ કર્યું

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા મામલતદાર કચેરીના ડીઝાસ્ટર એકમને ચોમાસા ટાંણે ગ્રહણ થયુ હોવાના સવાલો ઉભા થયા હતા. લેન્ડલાઇન ટેલીફોનનું બીલ બાકી હતું જેનાથી બી.એસ.એન.એલ દ્વારા આઉટગોઇંગ સ્થગિત કરી દેવામાં આવ્યુ હતું. જેનાથી અગ્રણી ગણાતા તાલુકા ડીઝાસ્ટર વિભાગની લાલીયાવાડી સામે આવ્યાના સમાચાર અટલ વેબ પોર્ટલે 19 જૂનને બુધવાર એટલે કે ગતરોજ પ્રગટ કર્યા હતા. તંત્રના
 
અટલ@અસર: તાબડતોડ  ખેડબ્રહ્મા ડીઝાસ્ટરે લેન્ડલાઇન ફોનનું બાકી ભાડુ ભરપાઈ કર્યું

અટલ સમાચાર, મહેસાણા, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા મામલતદાર કચેરીના ડીઝાસ્ટર એકમને ચોમાસા ટાંણે ગ્રહણ થયુ હોવાના સવાલો ઉભા થયા હતા. લેન્ડલાઇન ટેલીફોનનું બીલ બાકી હતું જેનાથી બી.એસ.એન.એલ દ્વારા આઉટગોઇંગ સ્થગિત કરી દેવામાં આવ્યુ હતું. જેનાથી અગ્રણી ગણાતા તાલુકા ડીઝાસ્ટર વિભાગની લાલીયાવાડી સામે આવ્યાના સમાચાર અટલ વેબ પોર્ટલે 19 જૂનને બુધવાર એટલે કે ગતરોજ પ્રગટ કર્યા હતા. તંત્રના ધ્યાને આવતા તુરંત જ બીલ ભરપાઈ કરવાના ચક્રો ગતિમાન કરી દીધા હતા. અને વિનાવિલંબે બાકી બીલ ભરપાઈ કરવામાં આવ્યું હતું.

અટલ@અસર: તાબડતોડ  ખેડબ્રહ્મા ડીઝાસ્ટરે લેન્ડલાઇન ફોનનું બાકી ભાડુ ભરપાઈ કર્યું

અટલ સમાચાર પોર્ટલે પ્રદર્શિત કરેલ ન્યુઝ

ચોમાસાની સિઝનને લઇ આપાત્તકાલીન સમય માટે તાલુકા ડીઝાસ્ટરમાં એક જુનથી લેન્ડલાઇન નંબર 02775220001 શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ નંબરનું બીલ બાકી હોવાથી બી.એસ.એન.એલ દ્વારા આઉટગોઇંગ સ્થગિત કરી ઇન્ટરનેટ પણ બંધ કર્યુ છે. સમગ્ર બાબતે બી.એસ.એન.એલના મયુરભાઇએ જણાવ્યુ હતુ કે, મે માસનું ટેલીફોન બીલ રૂપિયા 4,244 બાકી હોવાથી મામલતદાર કચેરીનું આઉટ ગોઇંગ તેમજ ઇન્ટરનેટ સુવિધા બંધ કરવામાં આવી છે. આ અંગે ડીઝાસ્ટર મેનેજમેન્ટના હેમેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, આટલું બધું બીલ કેમ આવ્યુ તેની તપાસ કરાવવી પડશે.