અતિગંભીર@સમી: બે વર્ષથી બેઠક નીલ, સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

અટલ સમાચાર, મહેસાણા સમી તાલુકાના ગામે સરપંચ વિરૂધ્ધ સદસ્યોએ ભેગા થઇ અવિશ્વાસ રજૂ કરતા નાનકડા ગામમાં મોટુ રાજકારણ ખેલાઇ ગયુ છે. છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતની એકપણ બેઠક નહિ બોલાવી હોવાના આક્ષેપ સાથે ઉપસરપંચ સહિતના સભ્યોએ મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા કવાયત હાથ ધરી છે. નાણાંકીય અને વહીવટી બાબતે સરપંચે વિશ્વાસમાં નહિ લેતાં સભ્યોએ
 
અતિગંભીર@સમી: બે વર્ષથી બેઠક નીલ, સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

અટલ સમાચાર, મહેસાણા 

સમી તાલુકાના ગામે સરપંચ વિરૂધ્ધ સદસ્યોએ ભેગા થઇ અવિશ્વાસ રજૂ કરતા નાનકડા ગામમાં મોટુ રાજકારણ ખેલાઇ ગયુ છે. છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતની એકપણ બેઠક નહિ બોલાવી હોવાના આક્ષેપ સાથે ઉપસરપંચ સહિતના સભ્યોએ મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા કવાયત હાથ ધરી છે. નાણાંકીય અને વહીવટી બાબતે સરપંચે વિશ્વાસમાં નહિ લેતાં સભ્યોએ લાલઘૂમ બની અવિશ્વાસની દરખાસ્ત આપી છે.

અતિગંભીર@સમી: બે વર્ષથી બેઠક નીલ, સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

અતિગંભીર@સમી: બે વર્ષથી બેઠક નીલ, સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

પાટણ જીલ્લાના સમી તાલુકાના નાના એવા વાઘપુરા ગામે રાજકીય અને વહીવટી ગરમાવો વધી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી સરપંચ વિરૂધ્ધ ઉપસરપંચ અને સભ્યોનુ વલણ ઉભુ થયુ છે. બે વર્ષથી ગ્રામ પંચાયતની બેઠક નહિ બોલાવતા, યોજનાકીય ગ્રાન્ટ અંગેની ચર્ચા નહિ કરતા, મીટીંગ નહિ બોલાવતા અને વિશ્વાસમાં લીધા વગર ગેરરીતીઓ થતી હોવાના આક્ષેપ કરી ઉપસરપંચ સહિતના સભ્યોએ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા દરખાસ્ત મુકી છે.

અતિગંભીર@સમી: બે વર્ષથી બેઠક નીલ, સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાઘપુરા ગ્રામ પંચાયતમાં કુલ ૮ સભ્યો ચુંટાયેલા છે. જેમાં સરપંચ તરીકે કંકુબેન કેશાજી ઠાકોર વિરૂધ્ધ મહિલા ઉપસરપંચ લીલાબેન સોમાજી ઠાકોર સહિત ૭ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસ પ્રસ્તાવની રજૂઆત કરી છે. જેમાં મહિલા સરપંચ ઉપર નાણાંકીય અને વહીવટી બાબતે આક્ષેપ કરવામાં આવ્યા છે. આ દરમ્યાન અવિશ્વાસ પ્રસ્તાવ સામે સરપંચે બેઠક નહિ બોલાવતા તલાટીએ સમગ્ર મામલે તાલુકા પંચાયતને રીપોર્ટ કર્યો છે.