વાતાવરણ@ઉત્તર ગુજરાતઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે કાળાડિબાંગ વાદળો

અટલ સમાચાર, મહેસાણા રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 27 અને 28 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહેલી સવારથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં અસર જોવા મળી છે. જેમાં બનાસકાંઠામાં કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યાં છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં આપવામાં આવેલી વરસાદની આગાહીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના
 
વાતાવરણ@ઉત્તર ગુજરાતઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે કાળાડિબાંગ વાદળો

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 27 અને 28 તારીખે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વહેલી સવારથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં અસર જોવા મળી છે. જેમાં બનાસકાંઠામાં કાળા ડિંબાગ વાદળો જોવા મળ્યાં છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં આપવામાં આવેલી વરસાદની આગાહીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વેસ્ટર્ટન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. જો કે ફરી રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીએ ફરી જગતના તાતની ચિંતામાં વધારો કરી દીધો છે. રાજ્યના ખેડૂતોને માવઠાના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતી સેવી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કમોસમી વરસાદથી ખેડૂતોને એરંડા, વરિયાળી, જીરૂ, રાયડો, ઘઉં વગેરે જેવા પાકોને ભારે નુકશાન થવાની સંભાવના છે. શિયાળામાં વરસાદ આવવાથી ઠંડીનું જોર વધી શકે છે. ફરી લોકોમાં ઠુંઠવાય તેવી સ્થિતી જોવા મળી શકે છે. રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીએ ફરી જગતના તાતની ચિંતામાં વધારો કરી દીધો છે.