વાતાવરણ@સિદ્ધપુર: સવારે વરસાદી ઝાપટું પડતા શહેરીજનોને ઉકળાટથી રાહત

અટલ સમાચાર, સિદ્ધપુર (હર્ષલ ઠાકર) સિદ્ધપુરમાં છેલ્લા ચાર-પાંચ દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે સવારે મેઘરાજા શહેરીજનો ઉપર મહેરબાન બની વરસી પડ્યા હતા.વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ થઇ ગયુ હતુ.આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઢંકાઈ જતા સૂર્યનારાયણ નજારત થતા લોકોને પોતાના ઘરોમાં લાઈટ કરી પ્રકાશ કરવાની ફરજ પડી હતી. પાટણ જિલ્લાના સિધ્ધપુર માં સવારે મેઘરાજા ની સવારીની સાથોસાથ
 
વાતાવરણ@સિદ્ધપુર: સવારે વરસાદી ઝાપટું પડતા શહેરીજનોને ઉકળાટથી રાહત

અટલ સમાચાર, સિદ્ધપુર (હર્ષલ ઠાકર)

સિદ્ધપુરમાં છેલ્લા ચાર-પાંચ દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે સવારે મેઘરાજા શહેરીજનો ઉપર મહેરબાન બની વરસી પડ્યા હતા.વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ થઇ ગયુ હતુ.આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઢંકાઈ જતા સૂર્યનારાયણ નજારત થતા લોકોને પોતાના ઘરોમાં લાઈટ કરી પ્રકાશ કરવાની ફરજ પડી હતી.

વાતાવરણ@સિદ્ધપુર: સવારે વરસાદી ઝાપટું પડતા શહેરીજનોને ઉકળાટથી રાહત

પાટણ જિલ્લાના સિધ્ધપુર માં સવારે મેઘરાજા ની સવારીની સાથોસાથ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમી માંથી રાહત મળતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.વરસાદી પાણી ધરતી પર પડતા અેક અલગ જ સુવાસની લહેર પ્રસરી હતી.સવારે કામ-ધંધે જવાનાં સમયે જ વરસાદ પડતા લોકો થોડો સમય અટવાઈ ગયા હતા.પરંતુ ગરમીમાંથી રાહત મળતા તેઓ પણ આ વરસાદથી ખુશ જણાતાં હતા.જો કે સિદ્ધપુરમાં આજે પડેલો વરસાદ નોંધપાત્ર કહી શકાય તેવો પડ્યો નથી.પરંતુ આ વરસાદનાં આગમનથી સિઝન ની શરુઆત થઇ જવા પામી છે તેમ કહી શકાય.