હુમલો@દિયોદર: પીકઅપ ડાલુ લઇ જતાં યુવકને 4 ઇસમોએ માર મારતાં ફરીયાદ

અટલ સમાચાર, દિયોદર દિયોદરમાં જીપડાલું લઇને જતાં એક યુવકને ચાર ઇસમોએ તું શું કામ અહીંયા આવ્યો છે તેમ કહી માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. આ સાથે જીપડાલાના કાચ તોડી નુકશાન પહોંચી આરોપીઓએ લાકડીઓ અને ધોકા તેમજ છરી જેવા હથિયાર વડે ફરીયાદીને માર મારી ડાબા તેમજ જમણાં પગમાં અને બંને હાથોમાં ઇજા પહોંચાડી જાનથી મારી
 
હુમલો@દિયોદર: પીકઅપ ડાલુ લઇ જતાં યુવકને 4 ઇસમોએ માર મારતાં ફરીયાદ

અટલ સમાચાર, દિયોદર

દિયોદરમાં જીપડાલું લઇને જતાં એક યુવકને ચાર ઇસમોએ તું શું કામ અહીંયા આવ્યો છે તેમ કહી માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. આ સાથે જીપડાલાના કાચ તોડી નુકશાન પહોંચી આરોપીઓએ લાકડીઓ અને ધોકા તેમજ છરી જેવા હથિયાર વડે ફરીયાદીને માર મારી ડાબા તેમજ જમણાં પગમાં અને બંને હાથોમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરીયાદી યુવકે ચાર લોકોના નામજોગ દિયોદર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના નેસડા ગામનો અલ્પેશજી ઠાકોર ખેતી-મજુરી કરી પોતાના પરીવાનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે સવારે તે પીકઅપડાલું લઇ ખાણોદર મુકામે પોતાની જમીન હોવાથી ત્યાં જતો હતો. આ દરમ્યાન ખાણોદર ગામમાંથી ધનરાજ ચરેડામાં પહોંચતાં સામેથી એક બોલેરો પીકઅપ ડાલું લઇને આવેલા ચાર ઇસમોએ આવી યુવકના ડાલા આગાળ તેમની ગાડી ઉભી રાખી હતી. જે બાદમાં તું શું કામ અહીંયા આવ્યો છે તેમ કહેતાં યુવકે કહેલ કે, હું મારા ખેતરે જાઉં છુ.

આ દરમ્યાન આરોપીઓ ઉશ્કેરાઇ જઇ યુવકને મા-બેન સામે ગાળો બોલી માર મારવા લાગ્યા હોવાનું ફરીયાદમાં લખાવ્યું છે. આ સાથે યુવકના પીકઅપડાલાના કાચ તોડી અને છરી વડે મારવા જતાં ડાબા હાથની આંગળીઓ ઉપર ઇજાઓ પહોંચી હતી. જે બાદમાં યુવકને હાથ અને પગના ભાગે લાકડી અને ધોકાઓ વડે મારતા યુવક ઇજાગ્રસ્ત બન્યો હતો. આ તરફ યુવકે બુમાબુમ કરતાં આસપાસથી લોકો આવી જતાં આરોપીઓએ જતાં-જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. દિયોદર પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 324, 323, 325, 294(b), 506(2), 427, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. ભાણાભાઇ જોરાભાઇ ઠાકોર, ગામ-મલીપુરા, તા.ભાભર, જી.બનાસકાંઠા, હાલ રહે-ખાણોદર જુના,તા.દિયોદર
  2. પ્રભુભાઇ રણછોડભાઇ ઠાકર, ગામ-મોજરૂ જુના, તા.દિયોદર, હાલ રહે-ખાણોદર જુના, તા.દિયોદર
  3. ગગાભાઇ વિશાભાઇ ઠાકોર, ગામ-ખાણોદર જુના, તા.દિયોદર, જી.બનાસકાંઠા
  4. બેચરભાઇ અનુપભાઇ માજીરાણા, ગામ-ખાણોદર જુના, તા.દિયોદર, જી.બનાસકાંઠા