હુમલો@ધાનેરા: ચોરી અંગે ઉપસરપંચે પુછ્યું, ગામના ઈસમે માથું ફોડી નાખ્યું

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ધાનેરા તાલુકામાં મોડી સાંજે આગેવાન અને સ્થાનિક ઈસમ વચ્ચે ટકરાવ થતાં હડકંપ મચી ગયો છે. ઉપસરપંચે સરકારી માલની ચોરી અંગે પૂછતાં ઈસમે મારામારી કરી હતી. જેમાં ઉપસરપંચનું માથું ફોડી નાખ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામે પંચાયતનું કામ ચાલુ છે. આથી બાંધકામના સ્થળેથી સિમેન્ટની થેલી ચોરી થતી હોવાની વાત
 
હુમલો@ધાનેરા: ચોરી અંગે ઉપસરપંચે પુછ્યું, ગામના ઈસમે માથું ફોડી નાખ્યું

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ધાનેરા તાલુકામાં મોડી સાંજે આગેવાન અને સ્થાનિક ઈસમ વચ્ચે ટકરાવ થતાં હડકંપ મચી ગયો છે. ઉપસરપંચે સરકારી માલની ચોરી અંગે પૂછતાં ઈસમે મારામારી કરી હતી. જેમાં ઉપસરપંચનું માથું ફોડી નાખ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામે પંચાયતનું કામ ચાલુ છે. આથી બાંધકામના સ્થળેથી સિમેન્ટની થેલી ચોરી થતી હોવાની વાત સામે આવી હતી. ગામમાં એક ઈસમના દુકાન નજીક બાંધકામ ચાલુ હોઇ ઉપસરપંચ તપાસવા દોડી ગયા હતા. જેમાં પૂછપરછ કરતાં મામલો બિચક્યો હતો.

હુમલો@ધાનેરા: ચોરી અંગે ઉપસરપંચે પુછ્યું, ગામના ઈસમે માથું ફોડી નાખ્યું

ઉપસરપંચ સોમાભાઈ માળીએ ગામના પારસમાલ જૈનને સિમેન્ટની થેલી કોઇને લઈ જતા જોયું એવું પુછ્યું હતું. જેમાં નારાજ બની પારસમલ પોતાની ઉપર તૂટી પડ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપસરપંચે ગામના પારસમલે જ માથું ફોડી નાખ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘાયલ ઉપસરપંચને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે જાણ કરતા તજવીજ હાથ ધરવામાં આવી છે.