હુમલો@હારીજ: ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાં 3 વ્યક્તિને માર્યા, એકનું અપહરણ બાદ છુટકારો

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ તાલુકાના ગામે ચૂંટણી પ્રચારમાંથી પરત આવતાં 3 વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સાથે 3માંથી એક વ્યક્તિનું અપહરણ કરી અન્ય સ્થળે લઇ જઇ અગાઉની અદાવતમાં ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે. મંગળવારે મોડીરાત્રે ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાં 3 વ્યક્તિને ઇસમોએ માર મારતાં તેમને તાત્કાલિક
 
હુમલો@હારીજ: ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાં 3 વ્યક્તિને માર્યા, એકનું અપહરણ બાદ છુટકારો

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ તાલુકાના ગામે ચૂંટણી પ્રચારમાંથી પરત આવતાં 3 વ્યક્તિને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સાથે 3માંથી એક વ્યક્તિનું અપહરણ કરી અન્ય સ્થળે લઇ જઇ અગાઉની અદાવતમાં ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે. મંગળવારે મોડીરાત્રે ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાં 3 વ્યક્તિને ઇસમોએ માર મારતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હારીજ ખસેડાયા હતા. જેમાં 2ની હાલત ગંભીર હોઇ તેમને પાટણ લાઇફ લાઇન ICUમાં લઇ જવાયા હતા. જેને લઇ આધેડે ર2 લોકોના નાજોગ અને 3 અજાણ્યાં ઇસમો સામે મારામારી અને કારને નુકશાન કર્યાની ફરીયાદ હારીજ પોલીસ મથકે નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના હારીજના કુકરાણા-હારીજ વચ્ચેના રોડે દેવકોટન જીન નજીક મારામારીની ઘટના સામે આવી છે. સમી તાલુકાના વરાણા ગામના ભલાભાઇ ગોવાભાઇ નાડોદા, ભવાનભાઇ લક્ષ્મણભાઇ નાડોદા અને કનુભાઇ લક્ષ્મણભાઇ નાડોદા(બંને રહે.ગુજરાવાડા) તેમના સંબંધી રણજીતસિંહ વાઘેલાના દીકરા ગીરીરાજસિંહના પત્નિ BJPમાંથી તાલુકા પંચાયતની સદસ્યની ચૂંટણી લડતાં હોઇ વાગોસણ પ્રચારમાં ગયા હતા. જે બાદમાં રણજીતસિંહના બોર પર જમણવાર રાખેલ હોઇ ત્યાં જમીને ત્રણેય વ્યક્તિ પોતાની અલ્ટો કારમાં પરત ફરી રહ્યા હતા.

હુમલો@હારીજ: ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાં 3 વ્યક્તિને માર્યા, એકનું અપહરણ બાદ છુટકારો

આ દરમ્યાન રાત્રે આશરે 10:30 વાગે કુકરાણાથી હારીજ વચ્ચેના રોડે દેવકોટન જીનની નજીક આવતાં એક સ્વિફ્ટ કારે ઓવરટેક કરી તેમની કાર રોકાવી હતી. આ તરફ પાછળથી પણ એક કાળા કલરની કાર આવી તેમની પાછળ ઉભી રહી હતી. જ્યાં કારમાંથી જયદિપસિંહ ભુપતસિંહ વાઘેલા અને બહાદુરસિંહ વાઘેલા (બંને રહે.મુજપુર,તા.શંખેશ્વર) સહિત 3 અજાણ્યાં ઇસમો હથિયારો સાથે નીચે ઉતર્યા હતા. આ તરફ ફરીયાદી કંઇ સમજે તે પહેલાં જ કારમાં તોડફોડ શરૂ કરી ત્રણેયને માર મારવા લાગ્યા હતા.

હુમલો@હારીજ: ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાં 3 વ્યક્તિને માર્યા, એકનું અપહરણ બાદ છુટકારો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઇસમોએ ફરીયાદીને બળજબરીથી ખેંચી તેમનું અપહરણ કરી મુજપુર ગામની સીમમાં લઇ ગયા હતા. જ્યાં ફરીયાદીને માર મારતાં કહ્યું હતુ કે, આજથી 13 વર્ષ અગાઉ મારા કાકા ઉદેસિંહનું શંકાસ્પદ હાલતમાં મોત થયેલુ તે મોત બાબતે તમે કંઇ જાણો છો તેમ કરી માર મારવા લાગ્યા હતા. આ પછી ફરીયાદીને ફરી કારમાં બેસાડી મુજબ બસ સ્ટેન્ડ આગળ ઉતારી નાસી છુટ્યા હતા. જે બાદમાં પાછળથી ગીરીરાજસિંહ વાઘેલા તેમની ગાડી લઇ આવતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ તરફ અન્ય ઇજાગ્રસ્તોને પણ હારીજ સરકારી દવાખાને ખસેડાયા હતા.

2 વ્યક્તિને ગંભીર ઇજાઓ હોઇ પાટણ ખસેડાયા

મંગળવારે રાત્રે 3 વ્યક્તિઓને માર મારવાના કેસમાં ભલાભાઇ નાડોદા અને ઉપેન્દ્રસિંહને વધુ સારવાર અર્થે હારીજથી પાટણ લાઇફલાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભલાભાઇને જમણા હાથની આંગળીઓ પર ફ્રેક્રચર અને ઉપેન્દ્રસિંહને ડાબા પગેથી એડીથી ઉપરના ભાગે ફ્રેક્ચર થયેલાનું ડોક્ટરે જણાવ્યું હતુ. ઘટનાને લઇ ભલાભાઇએ 2 લોકોના નામજોગ અને અન્ય 3 અજાણ્યાં ઇસમ સામે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે પાંચ સામે આઇપીસી કલમ 147, 148, 149, 323, 324, 326, 367, 427 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હુમલો@હારીજ: ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતાં 3 વ્યક્તિને માર્યા, એકનું અપહરણ બાદ છુટકારો
જાહેરાત