હુમલો@કડી: પ્રેમસંબંધની અદાવતમાં જૂથ અથડામણ, 14 સામે ફરિયાદ

અટલ સમાચાર,મહેસાણા કોરોના મહામારી વચ્ચે કડી તાલુકાના ગામે પ્રેમસંબંધમાં છોકરી ભગાડી જવાના મામલે સમાધાન બાદ ફરી મામલો વણસ્યો હતો. જેમાં શનિવારે બંને જૂથ સામસામે આવી જતાં અથડામણ સર્જાઇ હતી. જેને લઇ બંને પક્ષોએ સામસામે મારામારી સહિતની ફરીયાદ લખાવી છે. ઘટનાને લઇ બાવલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
હુમલો@કડી: પ્રેમસંબંધની અદાવતમાં જૂથ અથડામણ, 14 સામે ફરિયાદ

અટલ સમાચાર,મહેસાણા

કોરોના મહામારી વચ્ચે કડી તાલુકાના ગામે પ્રેમસંબંધમાં છોકરી ભગાડી જવાના મામલે સમાધાન બાદ ફરી મામલો વણસ્યો હતો. જેમાં શનિવારે બંને જૂથ સામસામે આવી જતાં અથડામણ સર્જાઇ હતી. જેને લઇ બંને પક્ષોએ સામસામે મારામારી સહિતની ફરીયાદ લખાવી છે. ઘટનાને લઇ બાવલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામે આશરે સવા એક વર્ષ પહેલા પ્રેમ સંબંધ મામલે ગામની જ સમાજની એક દીકરીને ભગાડી જવામાં આવી હતી. જેઓ બંન્ને એકજ ગામના હોય જેથી ગામના આગેવાનો વચ્ચે પડી સમાધાન કરાવ્યુ હતું. અને સમાધાનમાં ગામમાં બે વર્ષ સુધી નહિ આવવાનુ નક્કી કરાયુ હતું. જોકે આરોપીએ તા.૧૧/૭/૨૦ ઘર આગળથી નિકળતાં મામલો વણસ્યો હતો. સાહેદે ઘર આળગથી તેમજ મહોલ્લામાં નહિ આવવાનુ જણાવતાં જેનુ મનદુખ રખાયુ હતું.

જેને લઇ ધારીયા, લાકડીઓ, લોખંડના સળીયા જેવા પ્રાણ ધાતક હથિયારો ધારણ કરી હુમલો કરી ધમકી આપવામાં આવી હતી. સાહેદ ઠાકોર ધુળાજી ભરમાજી નાઓને માથામાં ધારીયુ મારી હેમરેજ કરી તેમજ ફરીના પિતાને માથામાં તેમજ પાંસળીઓમાં તેમજ બરડાના ભાગે લોખંડના સળીયા તેમજ લાકડીઓથી માર મારી ગંભીર જીવલેણ ઇજાઓ કરી મહાવ્યથા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અથડામણ મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોધાવી છે.

ઠાકોર વરસંગજી કાંતિજી ભરમાજીએ આ લોકો સામે નોંધાવી ફરીયાદ

  • ઠાકોર ગોવિંદજી ધનાજી
  • ઠાકોર પાવનજી ગોવિંદજી
  • ઠાકોર ગોપાળજી ધનાજી
  • ઠાકોર અમુજી ઇશ્વરજી
  • ઠાકોર તલાજી ઇશ્વરજી
  • ઠાકોર પ્રહલાદજી બબાજી
  • ઠાકોર અનિલજી ગોવિંદજી( રહે.તમામ લ્હોર તા.કડી જી.મહેસાણા )

ઠાકોર ગોવિંદજી ધનાજી સોમાજીએ આ લોકો સામે નોંધાવી ફરીયાદ

  • ઠાકોર વરસંગજી કાંતિજી
  • ઠાકોર કાંતિજી ભરમાજી
  • ઠાકોર દશરથજી કનાગજી
  • ઠાકોર કુવરજી ધુળાજી
  • ઠાકોર ધુળાજી ભરમાજી
  • ઠાકોર નાગજીજી ભરમાજ
  • ઠાકોર અચંદુજી ધુળાજી (રહે.તમામ લ્હોર તા.કડી જી.મહેસાણા)