હુમલો@પાટણ: ઇસમોએ જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પિતા-પુત્રને હોકીથી ફટકાર્યા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણમાં 2 ઇસમોએ પિતા-પુત્રને જાતિ વિરુધ્ધ અપમાનિત કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે નવજીવન ચાર રસ્તા પાસે ગલ્લાં પર બેસેલાં આધેડ સાથે 2 ઇસમોએ લાકડી-હોકી જેવા હથિયારો સાથે આવી માથાકૂટ કરી તેમના પુત્ર વિશે પુછ્યુ હતુ. જે બાદમાં તેમનો પુત્ર આવતાં તું કેમ અમને ગાળો બોલે
 
હુમલો@પાટણ: ઇસમોએ જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પિતા-પુત્રને હોકીથી ફટકાર્યા, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણમાં 2 ઇસમોએ પિતા-પુત્રને જાતિ વિરુધ્ધ અપમાનિત કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે નવજીવન ચાર રસ્તા પાસે ગલ્લાં પર બેસેલાં આધેડ સાથે 2 ઇસમોએ લાકડી-હોકી જેવા હથિયારો સાથે આવી માથાકૂટ કરી તેમના પુત્ર વિશે પુછ્યુ હતુ. જે બાદમાં તેમનો પુત્ર આવતાં તું કેમ અમને ગાળો બોલે છે અને કાતરીયા ખાઇ જઇ રહે છે તેમ કહે ઇસમો પિતા-પુત્ર પર તુટી પડ્યા હતા. આ સાથે જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી લાકડી-હોકી જેવા હથિયારોથી હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ શહેરના નવજીવન ચાર રસ્તા પર પિતા-પુત્ર પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં નવજીવન ચાર રસ્તા પાસે ગલ્લો ધરાવતાં આધેડ પાસે બુધવારે રાત્રે ઠાકોર દશરથજી અને ઠાકોર બળવંતજી આવ્યા હતા. જ્યાં ક્યાં ગયો તમારો દીકરો જે અમારી સાથે કાતરીયા ખાઇ જોઇ રહે છે અને અમોને ગાળો બોલે છે ? જેથી આધેડે તેમના પુત્રને ફોન કરી બોલાવતાં ઇસમોએ ગાળા-ગાળી કરી અને જાતિ વિષયક અપમાનિત કરી માર મારવાનું શરૂ કરી દીધુ હતુ.

હુમલો@પાટણ: ઇસમોએ જાતિ વિરૂધ્ધ અપમાનિત કરી પિતા-પુત્રને હોકીથી ફટકાર્યા, ગુનો દાખલ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જાતિ વિષયક અપમાનિત કરી ઇસમોએ પિતા-પુત્રને માર મારતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇસમોએ પિતા-પુત્રને હોકી-લાકડીથી માર મારતાં તેઓ બુમાબુમ કરતાં ત્યાંથી પસાર થતાં ફરીયાદીના સંબંધીએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. ઘટનાને લઇ આધેડે ર ઇસમ સામે આઇપીસી 323, 294(b), 114, અનુસુચિત જાતિ અને અનુ.જન જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(va) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે. ઘટનાને લઇ પાટણ સીટી બી ડીવીઝન પોલીસે આ મામલે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.