હુમલો@થરા: અંગત અદાવતમાં ઇસમો ખેડૂત ઉપર લોખંડની પાઇપો લઇ તુટી પડ્યાં, 6 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરા કાંકરેજ તાલુકાના ગામે અગાઉની બાબતે અદાવત રાખી ગામના જ ઇસમોએ ખેડૂત પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સ્થાનિકો પાસેથી મળતી વિગતો મુજબ ખેડૂતે અગાઉ ગામના કેટલાંક ઇસમોને પોતાના ખેતરમાં ઘાસચારો અને બળતણ રાખવાની ના પાડી હતી. જેથી ઇસમોએ તેની અદાવત રાખી ઇસમોએ ગત શનિવારે ખેડૂત ખેતરેથી ટ્રેક્ટરમાં પર આવી
 
હુમલો@થરા: અંગત અદાવતમાં ઇસમો ખેડૂત ઉપર લોખંડની પાઇપો લઇ તુટી પડ્યાં, 6 વિરૂધ્ધ FIR

અટલ સમાચાર ડોટ કોમ, થરા

કાંકરેજ તાલુકાના ગામે અગાઉની બાબતે અદાવત રાખી ગામના જ ઇસમોએ ખેડૂત પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સ્થાનિકો પાસેથી મળતી વિગતો મુજબ ખેડૂતે અગાઉ ગામના કેટલાંક ઇસમોને પોતાના ખેતરમાં ઘાસચારો અને બળતણ રાખવાની ના પાડી હતી. જેથી ઇસમોએ તેની અદાવત રાખી ઇસમોએ ગત શનિવારે ખેડૂત ખેતરેથી ટ્રેક્ટરમાં પર આવી રહ્યા હોઇ ત્યાં લોખંડની ટામી, પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતના બંને હાથ ફ્રેક્ચર થયા હોવાની વિગતો બહાર આવી છે. જેને લઇ ઇજાગ્રસ્ત ખેડૂતના ભાઇએ ગામના જ 6 ઇસમો સામે થરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામના ખેડૂત પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગામના શ્રીરામભાઇ જોષી અને તેમના ભાઇ અમરતભાઇ જોષી ખેતરેથી ઘરે જઇ રહ્યા હતા. અગાઉ અમરતભાઇના ખેતરમાં ઘાસચારો અને બળતર મુકવાને લઇ ગામના ઇસમોને ના પાડી હોવાથી તેઓએ અદાવત રાખી હતી. આ દરમ્યાન શનિવારે ખેતરેથી ટ્રેક્ટર લઇ ઘરે જતાં અમરતભાઇ પર ઇસમોએ હુમલો કર્યો હતો. જેમાં કાશીરામ, શ્રીરામભાઇ, ભાયરામભાઇ, દશરથભાઇ, ભરતભાઇ અને દેવચંદભાઇ જોષી હાથમાં લોખંડની ટોમી, પાઇપ અને લાકડીઓ લઇને આવી અમરતભાઇ પર હુમલો કરી દીધો હતો. જોકે પાછળ તેમના ભાઇ શ્રીરામભાઇ આવતાં હોઇ તેમણે અને અન્ય ખેડૂતે વચ્ચે પડી બચાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉની અદાવત રાખી ગામના જ ઇસમોએ ખેડૂત પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. ગત શનિવારે બપોરના સમયે બનેલ ઘટનાને લઇ ઇજાગ્રસ્ત ખેડૂતને પ્રથમ થરા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે બાદમાં વધુ સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમના બંને હાથે ફ્રેક્ચર થયુ હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ખેડૂતના ભાઇએ ગામના જ છ ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. જેને લઇ થરા પોલીસે તમામ 6 ઇસમો વિરૂધ્ધ આઇપીસી કલમ 325, 506(2), 143, 147, 148, 149, 294(b) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.