હુમલો@વિજાપુર: ગાળો બોલવાની મનાઇ સામે ઇસમે યુવકને માર્યુ ચપ્પું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર વિજાપુરમાં યુવકે ફોનમાં ગાળો બોલવાની ના પાડતાં ઇસમે ધારદાર હથિયાર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ એક ઇસમે ફરીયાદીના સંબંધીને ફોનમાં ગાળો બોલતાં મામલો બિચક્યો હતો. જેથી ફરીયાદીએ ઇસમને ફોન કરતાં ગાળો બોલતાં ફરીયાદીએ તેમના મિત્રના ફોનમાંથી ફોન કરતાં મિત્રને પણ ઇસમે ગાળો બોલી હતી. જે બાદમાં
 
હુમલો@વિજાપુર: ગાળો બોલવાની મનાઇ સામે ઇસમે યુવકને માર્યુ ચપ્પું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

વિજાપુરમાં યુવકે ફોનમાં ગાળો બોલવાની ના પાડતાં ઇસમે ધારદાર હથિયાર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ એક ઇસમે ફરીયાદીના સંબંધીને ફોનમાં ગાળો બોલતાં મામલો બિચક્યો હતો. જેથી ફરીયાદીએ ઇસમને ફોન કરતાં ગાળો બોલતાં ફરીયાદીએ તેમના મિત્રના ફોનમાંથી ફોન કરતાં મિત્રને પણ ઇસમે ગાળો બોલી હતી. જે બાદમાં ફરીયાદી અને તેમના મિત્ર ઇસમને મળવા વિજાપુર પહોંચતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ ધારદાર હથિયારના ઘા માર્યા હતા. સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યાં હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ યુવાને ત્રણ ઇસમના નામજોગ વિજાપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુરમાં નજીવી બાબતે યુવકને ધારદાર હથિયારના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગરના દેરોલ ગામના અમરકુમાર વ્યાસના મિત્ર વ્યાસ કલ્પેશભાઇનો ફોન આવ્યો હતો. જેમાં એક અજાણ્યાં નંબર પરથી ફોન કરી ઇસમ ગાળો બોલતો હોઇ અમરકુમારે ઇસમને ફોન કરતાં તેમને પણ ગાળો બોલી હતી. જે બાદમાં અમરકુમારને સાંજના સમયે ઇસમે ફોન કરી ગાળો બોલતાં તેમના મિત્ર યોગેન્દ્રસિંહ ઝાલા અને વિશ્વજીતસિંહ ઝાલા હાજર હોઇ યોગેન્દ્રસિંહે ફોન કરતાં તેમને પણ ઇસમે ગાળો બોલી હતી. જેથી યોગેન્દ્રસિંહને ઇસમે મળવા બોલાવતાં ત્રણેય વિજાપુર ટાવર પાસે જુનીકોર્ટના કમ્પાઉન્ડ ખાતે પહોંચ્યાં હતા.

હુમલો@વિજાપુર: ગાળો બોલવાની મનાઇ સામે ઇસમે યુવકને માર્યુ ચપ્પું, 3 સામે ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જુનીકોર્ટના કમ્પાઉન્ડ પાસે ગલ્લાની બાજુના ભાગે બેસેલાં લોકોને પુછતાં ગાળો બોલનાર ઇસમે પોતાનું નામ મિહીર જોશી આપ્યુ હતુ. આ સાથે મેં જ તમને ગાળો બોલી છે થાય તે કરી લો તેવું કહી ફરીયાદી અને સાહેદો સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. આ સાથે કમરના ભાગેથી ચપ્પુ જેવું ધારદાર હથિયાર નિકાળી યોગેન્દ્રસિંહને માથાના ભાગે મારવા જતાં માથાની ડાબી બાજુથી ડાબા ગાલ સુધી ચપ્પુ વાગી જતાં લોહીલુહાણ થયા હતા. આ તરફ મિહીરના મિત્રો રાજન બારોટ અને નરેશ સોલંકી(વિજાપુર)વાળા ગાળો બોલતાં હોઇ ફરીયાદી ઇજાગ્રસ્તને લઇ ગાડીમાં દવાખાને જવા નિકળ્યાં હતા. જ્યાં ઇસમોએ કારના આગળ અને પાછળના કાચ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ પોલીસે 3 ઇસમ સામે આઇપીસી 307, 504, 506(2), 427, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.