હૂમલો@વિજયનગરઃ નાકાબંધી દરમિયાન PSI ઉપર ગાડી ચડાવી ફરાર

અટલ સમાચાર, મહેસાણા સાબરકાંઠા પોલીસ દ્વારા વિજયનગર નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. જેમાં ગુરૂવારે મોડી રાત્રે ફરજ પરના પીએસઆઈ દ્વારા બલેનો ગાડી ચાલકને રોકાવતા ઘર્ષણ થયાનું સામે આવ્યું છે. ચાલકે પીએસઆઈ ચૌહાણ ઉપર ગાડી ચડાવી પલવારમાં ફરાર થઈ ગયો હતો. પીએસઆઈ ઘાયલ થતા જિલ્લા પોલીસ આલમમાં ચકચાર મચી ગઈ છે. વિજયનગર પોલીસ સ્ટેશન દ્વારા રાજસ્થાન
 
હૂમલો@વિજયનગરઃ નાકાબંધી દરમિયાન PSI ઉપર ગાડી ચડાવી ફરાર

અટલ સમાચાર, મહેસાણા

સાબરકાંઠા પોલીસ દ્વારા વિજયનગર નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. જેમાં ગુરૂવારે મોડી રાત્રે ફરજ પરના પીએસઆઈ દ્વારા બલેનો ગાડી ચાલકને રોકાવતા ઘર્ષણ થયાનું સામે આવ્યું છે. ચાલકે પીએસઆઈ ચૌહાણ ઉપર ગાડી ચડાવી પલવારમાં ફરાર થઈ ગયો હતો. પીએસઆઈ ઘાયલ થતા જિલ્લા પોલીસ આલમમાં ચકચાર મચી ગઈ છે.

વિજયનગર પોલીસ સ્ટેશન દ્વારા રાજસ્થાન બોર્ડર નજીક તપાસના ભાગરૂપે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ગુરૂવારે રાત્રે શંકાસ્પદ ચીજવસ્તુઓ ભરીને બલેનો ગાડી પસાર થવાની હોઈ પોલીસ હરકતમાં આવી હતી. જેમાં રાત્રે 11 વાગે પીએસઆઈ ચૌહાણ સહિત 4 પોલીસ કર્મચારીઓ દ્વારા બલેનો ગાડી ઉભી રાખવામાં આવી હતી. જેમાં ચાલકે ગાડી ઉભી રાખી પીએસઆઈ ચૌહાણ નજીક આવતા રિવર્સ લઈ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પીએસઆઈ ઉપર ગાડી ચડાવી ફરાર થઈ જવામાં આરોપી સફળ રહ્યો હતો.

ઘાયલ થયેલા પીએસઆઈને પગે ફ્રેક્ચર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઉપર હૂમલાને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા બલેનો ગાડી ચાલકને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે. જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલીક જણાવ્યું હતું કે, પીએસઆઈ ઉપર હૂમલા બાદ વધુ સતર્ક બની આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.