પ્રયાસ@જીવદયા: લુપ્ત થતી ચકલીઓને બચાવવા 111 ‘બર્ડ ફ્રેન્ડલી’ વૃક્ષ વાવ્યા

અટલ સમાચાર, અમદાવાદ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા દશરથભાઇએ લુપ્ત થતી ચકલીઓને બચાવવા નવા વાડજમાં છ હજાર વારના એએમસીના પ્લોટમાં બર્ડ ફ્રેન્ડલી 111 પ્લાન્ટનું વાવેતર કર્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી આ એરિયામાં એક પણ ચકલી જોઇ જ નથી. દસ વર્ષ પહેલાં બાળકો જે ચકલીને જોઇને તાળીઓ પાડતા અને ખુશ થતા તે ચકલી
 
પ્રયાસ@જીવદયા: લુપ્ત થતી ચકલીઓને બચાવવા 111 ‘બર્ડ ફ્રેન્ડલી’ વૃક્ષ વાવ્યા

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા દશરથભાઇએ લુપ્ત થતી ચકલીઓને બચાવવા નવા વાડજમાં છ હજાર વારના એએમસીના પ્લોટમાં બર્ડ ફ્રેન્ડલી 111 પ્લાન્ટનું વાવેતર કર્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા પાંચ વર્ષથી આ એરિયામાં એક પણ ચકલી જોઇ જ નથી. દસ વર્ષ પહેલાં બાળકો જે ચકલીને જોઇને તાળીઓ પાડતા અને ખુશ થતા તે ચકલી અને બીજા ઘર આંગણાના ઘણા પક્ષીઓ ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યા છે. ત્યારે લીલોતરી વચ્ચે ચકલીની સાથે સાથે કોયલ, મેના, સ્ટાર્લિંગ, મુનિયાઝ, તારાકીટ, પોપટ, બુલબુલ અને ખિસકોલીને ફરી એક જગ્યાએ મોટા પ્રમાણમાં જોવા મળી શકે તે માટે નાનું અને રળિયામણું અરણ્ય ઊભું થાય અને લુપ્ત થતી પ્રજાતિઓને ફરીથી નિહાળી શકાય તે માટે ટ્રી વૉકના સભ્યો દ્વારા એક એનોખું મિશન હાથ ધરવામાં આવ્યું.

પ્રયાસ@જીવદયા: લુપ્ત થતી ચકલીઓને બચાવવા 111 ‘બર્ડ ફ્રેન્ડલી’ વૃક્ષ વાવ્યા

‘વૃક્ષો એવા વાવો કે જે બર્ડ ફ્રેન્ડલી હોય’ તેના વિચાર સાથે તેઓએ નવા વાડજમાં છ હજાર વારના એએમસીના પ્લોટમાં બર્ડ ફ્રેન્ડલી ૧૧૧ પ્લાન્ટનું વાવેતર કર્યું. આ અંગે વાત કરતા ટ્રી વૉકના લોકેન્દ્ર બાલાસરિયાએ કહ્યું કે, આ પ્લોટને અમે જ્યારે સાફ કરવા આવ્યા ત્યારે આમાં જનીમમાં ખૂબ ઊંડે સુધી ખૂબ કચરો હતો તેને ધ્યાનમાં રાખીને સૌથી ઝડપી ઉગતા અને પક્ષીઓના ટોળાને આકર્ષિત કરતા બે મુખ્ય ઝાડ સિંગાપુર ચેરી અને પીલખનને મોટા પ્રમાણમાં ઉગાડવાનો પ્રયત્ન કર્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પર્યાવરણ વિદ્ લોકેન્દ્ર બાલાસરિયાએ જણાવ્યુ હતુ કે, ટ્રી વૉક ગુ્રપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન મિલિયન ટ્રીઝ’ અંતર્ગત કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી, જેના હેઠળ બે વર્ષના કોન્ટ્રાક્ટ માટે તેમને નવા વાડજનો આ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. જેમાં વૃક્ષોની વેરાયટી અને લુપ્ત થતા પક્ષીઓને જોવા માટે બાળકોને વલખાં ન મારવા પડે અને શહેરીજનોને બેવડો ફાયદો થાય તે માટે રી ફોરેસ્ટેશનનું કામ હાથ ધર્યું છે. આ પ્લોટ દરેક માટે એક ઉદાહરરૃપ બને તે માટેનો પ્રયત્ન છે.

પ્રયાસ@જીવદયા: લુપ્ત થતી ચકલીઓને બચાવવા 111 ‘બર્ડ ફ્રેન્ડલી’ વૃક્ષ વાવ્યા

મધ્ય અમેરિકાનું સીંગાપુર ચેરી બે વર્ષમાં દસ ફૂટ જેટલું ઊંચું થઇ જશે. ઘણા વૃક્ષ અને છોડો પર ફુલ અને ફળ વર્ષમાં એક કે બે વખત આવે છે જ્યારે આ સીંગાપુર ચેરીમાં લાલ રંગના ચણીબોર જેવડા ફળ બારેમાસ આવતા હોવાથી પક્ષીઓને આકર્ષતું આ સૌથી મોટું કારણ છે. પ્લોટમાં ખૂબ જ પ્લાનિંગ સાથે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જેટલા સમયમાં સિંગાપુર ચેરી દસ ફૂટ જેટલી થશે તેટલા સમયમાં પીલખન ટેટા આપતું થઇ જશે અને તેનુ આયુષ્ય ૩૫ વર્ષનું છે. તેથી આ ઘટાદાર વૃક્ષ, વાગોળ, વાંદરા, ખિસકોલી અને કેટલાય સુક્ષ્‍મજીવોનું આશ્રયસ્થાન બની રહેશે. અમદાવાદમાં ક્યાયં નહી દેખાય તો કઇ નહી પણ ચકલી, કોયલ, કંસારા, બુલબુલ, પોપટ, તૂઇ, પીળક, હરિયલ, કાબર, બ્રાહ્મણી મેના અને ગુલાબી ગળાવાળા કબૂતર અહીં જોવા મળશે.

ટ્રી વૉકમાં જોડાયેલા પાર્ટીસિપન્ટસે મોટા પ્રમાણમાં આ વૃક્ષ વાવ્યા છે તેઓેએ પોતે ઉગાડેલ વૃક્ષ જ્યા સુધી પરિપક્વ ન થાય ત્યા સુધી બે વર્ષના સમયગાળ સુધી આ વૃક્ષ દત્તક લીધુ છે. તેઓએ દરેકે ઝાડ પર પોતાના નામની નેમટેગ લગાવ્યા છે આમ, ટ્રી વોકના દરેક સભ્યોએે પક્ષીઓના જતન માટે કરેલ આ પહેલને આગળ વધારવા કમરકસી છે.