ઑસ્ટ્રેલિયા: જંગલની આગમાં 50 કરોડ જાનવરોનાં મોત, 18 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં લાગેલી આગ હવે ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી આ આગથી અનેક લોકો માર્યા ગયા છે ઉપરાંત 50 કરોડ જાનવરો અને પક્ષીઓના પણ મોત થયા છે. આ દરમિયાન એક હૃદય કંપાવનારી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક
 
ઑસ્ટ્રેલિયા: જંગલની આગમાં 50 કરોડ જાનવરોનાં મોત, 18 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં લાગેલી આગ હવે ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી આ આગથી અનેક લોકો માર્યા ગયા છે ઉપરાંત 50 કરોડ જાનવરો અને પક્ષીઓના પણ મોત થયા છે. આ દરમિયાન એક હૃદય કંપાવનારી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક કંગારૂનું બચ્ચું બળી ગયેલી હાલતમાં તારથી વળગેલું છે.

મૂળે આગથી બચીને ભાગ ભાગતાં એક કંગારુનું બાળક તારની ઝપટમાં આવી ગયું. જેના કારણે તે ભાગી ન શક્યું અને સમગ્રપણે બળીને ખાક થઈ ગયું. તેની દર્દનાક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર ઘણી વિચલિત કરનારી છે. કંગારૂના બાળકના આવા દર્દનાક મોત જોઈને લોકોની આંખો ભરાઈ આવી. નોંધનીય છે કે, જંગલમાં લાગેલી આગના કારણે અત્યાર સુધી 18 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ચાર મહિનાનો સમય પસાર થયા બાદ પણ ઑસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ ખતમ નથી થઈ રહી.

ઑસ્ટ્રેલિયા: જંગલની આગમાં 50 કરોડ જાનવરોનાં મોત, 18 લોકોના મોત
file photo

યુનિવર્સિટી ઑફ સિડનીના ઇકોલૉજિસ્ટે અનુમાન વ્યક્ત કર્યું છે કે અત્યાર સુધી 50 કરોડ જાનવરોના મોત આગમાં દાઝી જતાં થઈ છે. તેમાં કંગારુ, સ્તનધારી પશુ, પક્ષી અને સરકતા જીવ તમામ સામેલ છે. આગમાં ફસાયેલા બીજા જાનવરોને બચાવવા માટે અનેક સંસ્થાઓ લાગી ગઈ છે. જોકે, હજુ સુધી એ જાણી નથી શકાયું કે ત્યાં કેટલા જાનવરો હયાત છે. નોંધનીય છે કે, ઑસ્ટ્રેલિયાનું આ જંગલ લગભગ 15 મિલિયન એકર ક્ષેત્રફળ સુધી બળીને ખાક થઈ ચૂક્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઑસ્ટ્રેલિયાની સરકારે ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા પ્રાતોમાં જંગલોમાં લાગેલી આગને જોતાં ઇમરજન્સી જાહેર કરીને રસ્તાઓ બંધ કરી દીધા છે અને રહેવાસીઓ, પર્યટકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે શનિવાર સુધી આગ વધુ ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દેશના દક્ષિણ-પૂર્વ હિસ્સામાં ભીષણ આગમાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયા. રજાઓ માણવા પહોંચેલા અનેક લોકો ત્યાં ફસાઈ ગયા.

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસેને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો. એક ફાયરફાઇટરે તેમની સાથે હાથ મેળવવાનો ઇન્કાર કરી દીધો. મૉરિસન સાથે જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ફાયરફાઇટર સાથે હાથ મેળવવા માટે તેઓ આગળ વધ્યા પરંતુ મફી માંગતા આગળ જતા રહ્યા.