આપધાત@હોસ્ટેલ: વિદ્યાર્થિનીને ફી ભરવા માટે દબાણ કર્યાનો પિતાનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા નજીક ભાડું કોલેજમાં BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાત બાદ મામલો ગરમાયો છે. મૃતક યુવતિના પિતાએ ફી ભરવાનું દબાણ હોઇ આપઘાત કર્યાનું આક્ષેપ કર્યો છે. જેની અસર વિદ્યાર્થી આલમ ઉપર પડતા NSUI દ્વારા મહેસાણા DYSPને આવેદનપત્ર પાઠવી કસુરવારો સામે કડકમાં કડક પગલા ભરવા માંગ કરી છે. મહેસાણાથી ઉંઝા જતા
 
આપધાત@હોસ્ટેલ: વિદ્યાર્થિનીને ફી ભરવા માટે દબાણ કર્યાનો પિતાનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા નજીક ભાડું કોલેજમાં BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાત બાદ મામલો ગરમાયો છે. મૃતક યુવતિના પિતાએ ફી ભરવાનું દબાણ હોઇ આપઘાત કર્યાનું આક્ષેપ કર્યો છે. જેની અસર વિદ્યાર્થી આલમ ઉપર પડતા NSUI દ્વારા મહેસાણા DYSPને આવેદનપત્ર પાઠવી કસુરવારો સામે કડકમાં કડક પગલા ભરવા માંગ કરી છે.

આપધાત@હોસ્ટેલ: વિદ્યાર્થિનીને ફી ભરવા માટે દબાણ કર્યાનો પિતાનો આક્ષેપ

મહેસાણાથી ઉંઝા જતા આવતી NSUI કોલેજની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. ઘટનાને પગલે મૃતક યુવતિ સંધ્યાના પિતા ભરતભાઈ કોંકણીએ ફી ભરવાનું દબાણ હોઇ આપઘાત કરી લીધા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ તરફ NSUI દ્વારા મહેસાણા DYSP મંજીતા વણઝારાને આવેદનપત્ર પાઠવી હોસ્ટેલ સંચાલક સામે પગલા ભરવા માંગ કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, હોસ્ટેલમાં અગમ્ય કારણોસર આપઘાત કરવાની ઘટનાને પગલે ઉત્તર ગુજરાતની અન્ય ખાનગી હોસ્ટેલમાં ચકચાર મચી ગઇ છે. વિવિધ હોસ્ટેલ સંચાલકોએ હરકતમાં આવી ક્ષતિઓ પુર્ણ કરવા કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, ૧૯ વર્ષની યુવતિએ કયા કારણોસર આપઘાત કર્યો તેને લઇ મામલો પેચીદો બન્યો છે.

NSUI દ્વારા શાળા કોલેજ બંધની ચિમકી

આગામી 24 કલાકમાં સંચાલકો સામે ગુનો દાખલ નહીં થાય તો ગુજરાત NSUI દ્વારા શાળા અને કોલેજોમાં બંધનું એલાન આપી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી સંગઠનના પ્રવક્તા સુધીર રાવલ અને દિગ્વિજયસિંહ સહમંત્રી ગુજરાત પ્રદેશ યુવા કૉંગ્રેસે ઉચ્ચારી છે.