ઓટો મોબાઇલઃ PhonePe એક યુનિક ફીચર એટીએમ લોન્ચ કર્યું, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ડિઝિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોનપે એ એક યુનિક ફીચર ફોન પે એટીએમ લોન્ચ કર્યું છે. આ તે યુઝર્સની મદદ કરશે જેને રોકડની જરૂરત છે. ગ્રાહકોને ખાસ કરીને તેમની આસપાસના નજીકના વિસ્તારમાં બેન્ક એટીએમ ન હોવાના કે ખરાબ એટીએમના કારણે મુશ્કેલી પડે છે. હવે એવા ગ્રાહકોને જેમણે રોકડની જરૂરત છે. તે માત્ર ફોન પે
 
ઓટો મોબાઇલઃ PhonePe એક યુનિક ફીચર એટીએમ લોન્ચ કર્યું, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ડિઝિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોનપે એ એક યુનિક ફીચર ફોન પે એટીએમ લોન્ચ કર્યું છે. આ તે યુઝર્સની મદદ કરશે જેને રોકડની જરૂરત છે. ગ્રાહકોને ખાસ કરીને તેમની આસપાસના નજીકના વિસ્તારમાં બેન્ક એટીએમ ન હોવાના કે ખરાબ એટીએમના કારણે મુશ્કેલી પડે છે. હવે એવા ગ્રાહકોને જેમણે રોકડની જરૂરત છે. તે માત્ર ફોન પે એપને સ્ટોર ટેબ પર પાસેની દુકાનમાં ઉપલબ્ધ ફોન પે એટીએમ અંગે જાણી શકે છે.

કસ્ટમરને માત્ર ફોન પે એપ ખોલવી પડશે, પછી સ્ટોર્સ ઓપ્શન પર જવું પડશે અને ફોન પે એટીએમ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. તે બાદ યૂઝરની આસપાસના મર્ચેન્ટનું ઓપ્શન જોવા મળશે. અત્યાર સુધી આ નિયમ મુજબ કોઇપણ વ્યક્તિ એક દિવસમાં એક હજાર રૂપિયાના રોકડ લઇ શકે છે. જોકે, પાયલટ પ્રોજેક્ટ હેઠળ આ ફીચરને હાલ માત્ર દિલ્હી એનસીઆર માટે જ લોન્ચ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તે બાદ તમે દુકાન પર જઇને ‘Withdraw’ બટન ક્લિક કરી જરૂરી રકમ નીકાળી શકો છો. જેટલા પૈસા તમે મર્ચેન્ટને ટ્રાન્ફર કરશો એટલા પૈસા તે તમને રોકડ આપશે, ફોન પેના ઓફલાઇન બિઝનેસ ડેવલપમેન્ટના હેડ વિવેક લોચહેબે કહ્યું કે આ ન માત્ર લોકોને રોકડ મેળવવા માટે મદદ કરે છે. પરંતુ મરચન્ટને પણ વારંવાર બેન્ક જઇને કેશ જમા કરવાની અસુવિધાથી બચાવે છે.

જેના માટે કસ્ટમર કે મર્ચેન્ટથી કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. હાલ બેંકોએ એટીએમમાંથી રોકડ નીકાળવાના એક મહિનામાં સંખ્યા નિર્ધારિત રાખી છે. તેનાથી વધારે વખત રોકડ નીકાળવા પર કેટલોક ચાર્જ ગ્રાહકે આપવાનો હોય છે. જ્યારે એટીએમ કાર્ડ જે બેંકો દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે તેનો પણ 100-150 રૂપિયાના આશરે વાર્ષિક ચાર્જ પણ બેંક લે છે. એવામાં ફોન પે રોકડ એટીએમનો પ્રયોગ ખૂબ ફાયદાકારક સાબિત હોઇ શકે છે.