ઓટોમોબાઇલ: કારમાં રાખેલી પાણીની બોટલથી પણ આગ લાગી શકે છે ?

અટલ સમાચાર,ડેસ્ક આગ અને પાણી એકબીજા કરતા ખુબ જ અલગ છે. આગને ઓલવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીયે છે. પરંતુ તમને જાણીને અચરજ થશે કે એક પાણીની બોટલ તમારી કારમાં આગ લગાવી શકે છે. જે પાણી આગ ઓલવવા માટે વપરાય છે, તે પાણી આગ લગાવી પણ શકે છે. આવી સ્થિતિથી બચવા માટે સારું રહેશે કે
 
ઓટોમોબાઇલ: કારમાં રાખેલી પાણીની બોટલથી પણ આગ લાગી શકે છે ?

અટલ સમાચાર,ડેસ્ક

આગ અને પાણી એકબીજા કરતા ખુબ જ અલગ છે. આગને ઓલવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીયે છે. પરંતુ તમને જાણીને અચરજ થશે કે એક પાણીની બોટલ તમારી કારમાં આગ લગાવી શકે છે. જે પાણી આગ ઓલવવા માટે વપરાય છે, તે પાણી આગ લગાવી પણ શકે છે. આવી સ્થિતિથી બચવા માટે સારું રહેશે કે તમે કારમાં પાણીની બોટલ ના છોડો, નહિ તો ભયંકર દુર્ઘટના થઇ શકે છે.

કારમાં રાખેલી પ્લાસ્ટિકની પાણીની બોટલમાં પણ આગ લાગી શકે છે. પ્લાસ્ટિક બોટલ અને તેની અંદર રાખેલું પાણી મેગ્નિફાઇડ ગ્લાસ મુજબ કામ કરે છે. જયારે ઘણા સમય સુધી તેના પર સૂરજનો પ્રકાશ પડે છે તેનું ફોકસ ગાડીની સીટના ફેબ્રિક પર પડે તેવા સમયે તેનું તાપમાન 250 ડિગ્રી સુધી જઈ શકે છે. તેને કારણે કારની સીટ પર આગ લાગી શકે છે.

પાણીની બોટલથી આગ લાગી શકે છે ગરમી શરુ થઇ ચુકી છે. આટલી ગરમીઓમાં હંમેશા આપણી પાસે પાણીની બોટલ રાખવાની સલાહ આપવામાં આવે છે. પાણી રાખવું જરૂરી છે પરંતુ તેની સાથે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. ગરમીના સમયમાં પાણીની બોટલ કારમાં ક્યારેય પણ નહીં છોડવી જોઈએ. ખાસ કરીને જયારે પાણીની બોટલ પ્લાસ્ટિકની હોય ત્યારે ખતરો વધી જાય છે. ગરમીઓમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી કારમાં છોડવું ખતરનાક સાબિત થઇ શકે છે. તમારી કારમાં આગ પણ લાગી શકે છે.

અમેરિકાના ઈહાદો પાવર કંપનીમાં કામ કરનાર એક બેટરી ટેક્નિશિયનનો જણાવ્યું. આ વીડિયોમાં ટેક્નિશિયન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેવી રીતે ટ્રકમાં રાખેલી પાણીની બોટલને કારણે આગ લાગી શકે છે. તેને ટ્રકમાં પાણીની બોટલને કારણે ટ્રકની સીટ પર આગ લાગવાનો વીડિયો કેપ્ચર કર્યો. પરંતુ ધુમાડો ઉઠતા જોઈ તેને આગને ઓલવીને ટ્રકને સળગવાથી બચાવી લીધું. તેવામાં સલાહ છે કે ગાડીમાં ભારે ગરમી સમયે પાણીની બોટલ નહીં રાખવી જોઈએ.