ઓટોમોબાઇલ@દેશ: ઓલા સ્કૂટર ઉંધુ પણ દોડશે ? કંપનીએ જાહેર કર્યો વીડિયો, જૂઓ એક ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ઓલાએ સતત ઓએલએના નવા-નવા ફીચર રિવીલ કરી રહી છે. કંપનીએ ટ્વિટર પર એક નવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ ઈલેક્ટ્રીક સ્કૂટરમા રિવર્સ ગિયરનો ફીચર્સ પણ મળશે. Ola દ્વિચક્રી વાહનમાં પાછળ બેસતી વ્યક્તિ માટે હેલ્મેટની મુશ્કેલીનો અંત લાવી દીધો છે. Ola સ્કૂટરની ડેકીમાં 2 નાના હેલ્મેટ
 
ઓટોમોબાઇલ@દેશ: ઓલા સ્કૂટર ઉંધુ પણ દોડશે ? કંપનીએ જાહેર કર્યો વીડિયો, જૂઓ એક ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓલાએ સતત ઓએલએના નવા-નવા ફીચર રિવીલ કરી રહી છે. કંપનીએ ટ્વિટર પર એક નવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ ઈલેક્ટ્રીક સ્કૂટરમા રિવર્સ ગિયરનો ફીચર્સ પણ મળશે. Ola દ્વિચક્રી વાહનમાં પાછળ બેસતી વ્યક્તિ માટે હેલ્મેટની મુશ્કેલીનો અંત લાવી દીધો છે. Ola સ્કૂટરની ડેકીમાં 2 નાના હેલ્મેટ સરળતાથી આવી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઓલાએ ઈલેક્ટ્રીક પોતાના Series-S સ્કૂટર એટલેકે Ola Scooterની ડિલીવરી માટે ડાયરેક્ટ -2 કન્ઝ્યુમર (D2C) મોડલ અપનાવશે અને સીધા ગ્રાહકના ઘરે સ્કૂટરની ડિલીવરી કરશે. એટલું જ નહીં, સર્વિસ પણ લોકોને ઘર બેઠા મળશે. Olaએ સ્કૂટર દેશમાં 15 ઓગષ્ટે લોન્ચ થવા જઈ રહ્યું છે. Olaએ સ્કૂટરને લોકો વચ્ચે લોકપ્રિય બનાવવા માટે સતત Join The Revolution કેમ્પેન ચલાવવા જઈ રહી છે.

ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટરની બુકિંગ માટે ગ્રાહકોને ફક્ત 499 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. સ્કૂટરની ડિલિવરી શરૂ થયા બાદ ગ્રાહકોને સૌથી પહેલા આ સ્કૂટરની હોમ ડિલિવરી કરવામાં આવશે. ગ્રાહક આ બુકિંગને કોઈ પણ સમય રદ પણ કરી શકે છે અને પૈસા પાછા લઈ શકે છે.

ઓલા ઈ સ્કૂટરની ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરી શકાય ?

  • ગ્રાહકોને પોતાના ફોન નંબર અને OTPની સાથે http://olaelectric.com પર લોગઈન કરવાનું રહેશે.
  • લોગઈન કર્યા બાદ ગ્રાહક નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ઈ-વોલેટ અથવા ઓલામનીથી 499 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.
  • લોગઈન કર્યા બાદ ગ્રાહક નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ઈ-વોલેટ અથવા ઓલામનીથી 499 રૂપિયાની ચુકવણી કરો.
  • એક ગ્રાહક આ પ્રક્રિયાનો ઉપયોગ કરી એકથી વધારે સ્કૂટર્સની પણ બુકિંગ કરી શકે છે.
  • ત્યાર બાદ ગ્રાહક પોતાના ઓર્ડર રદ અથવા બદલી પણ શકો છો. બુકિંગન રકમ સંપૂર્ણ રીતે ગ્રાહકોને 7-10 દિવસમાં પરત આપી દેવામાં આવશે.