ઓટોમોબાઇલઃ જલદી લોન્ચ થશે Honda Jazz, પ્રી-લોન્ચ બુકિંગની શરૂઆત

અટલ સમાચાર, ડેસ્ક લૉકડાઉન દરમિયાન ઠપ્પ પડેલી ઓટો ઈન્ડસ્ટ્રી એકવાર પરી ગતી પકડી રહી છે. હોન્ડા કાર ઈન્ડિયાએ પોતાની નવી પ્રીમિયમ હેચબેક જાઝના પ્રી-લોન્ચ બુકિંગની શરૂઆત કરી દીધી છે. તેની બુકિંગ ઓફલાઇન અને ઓનલાઇન બંન્ને રીતે કરાવી શકાય છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, હોન્ડા ઇન્ડિયાની ઓથોરાઇઝ્ડ ડીલરશિપમાં જઈને 21,000 રૂપિયામાં આ કારનું એડવાન્સ બુકિંગ
 
ઓટોમોબાઇલઃ જલદી લોન્ચ થશે Honda Jazz, પ્રી-લોન્ચ બુકિંગની શરૂઆત

અટલ સમાચાર, ડેસ્ક

લૉકડાઉન દરમિયાન ઠપ્પ પડેલી ઓટો ઈન્ડસ્ટ્રી એકવાર પરી ગતી પકડી રહી છે. હોન્ડા કાર ઈન્ડિયાએ પોતાની નવી પ્રીમિયમ હેચબેક જાઝના પ્રી-લોન્ચ બુકિંગની શરૂઆત કરી દીધી છે. તેની બુકિંગ ઓફલાઇન અને ઓનલાઇન બંન્ને રીતે કરાવી શકાય છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, હોન્ડા ઇન્ડિયાની ઓથોરાઇઝ્ડ ડીલરશિપમાં જઈને 21,000 રૂપિયામાં આ કારનું એડવાન્સ બુકિંગ કરાવી શકો છે. આ કારનું બુકિંગ ઘરે બેસીને ઓનલાઇન પણ કરી શકો છો. તે માટે હોન્ડા ફ્રોમ હોમ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. હોન્ડા કાર ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ પર જઈને 5 હજાર રૂપિયામાં નવા જાઝનું બુકિંગ કરાવી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવી હોન્ડા જાઝ ક્યારે લોન્ચ થશે. કંપનીએ હાલ તેની કોઈ નક્કી તારીખ જણાવી નથી, પરંતુ કંપનીની યોજના આ મહિને લોન્ચ કરવાની છે. હોન્ડા કાર ઈન્ડિયાનું કહેવું છે કે માર્કેટિંગ-સેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર, રાજેશ ગોયલે કહ્યું કે, જાઝ આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરવાની યોજના છે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી અમે જોયું કે જાઝ ગ્રાહકોમાં પેટ્રોલ એન્જીન તરણ વલણ ખુબ વધી રહ્યું છે. આ વલણને જોતા અમે નવા જાઝને ખાસ રીતે પેટ્રોલ એન્જીન મેનુઅલ અને CVT બંન્ને મોડલમાં લાવવાનો નિર્ણય લીધો છે. રાજેશ ગોયલે કહ્યુ કે, આ શાનદાર વલણ અને આગળ તહેવારોને જોતા અમે પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં સારી માંગ જોઈ રહ્યાં છીએ. કંપનીનું કહેવું છે કે જાઝના વેચાણમાં 70% ભાગ CVT મોડલનો છે, ડીઝલ એન્જીનની માગમાં ઘણો ઘટાડો આવ્યો છે.

નવી હોન્ડા જાઝને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. તેમાં બીએસ-6 કમ્પલાયન્ટ 1.2 લીટર પેટ્રોલ એન્જીન છે, જે મેનુઅલ અને વેરિએબલ ટ્રાન્સમિશન (CVT) બંન્નેમાં મળશે. નવી હોન્ડા જાઝમાં વન ટચ ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું છે. આ સિવાય ક્રૂઝ કંટ્રોલ, સ્માર્ટ એન્ટ્રી, પુશ સ્ટાર્ટ-સ્ટોપ સિસ્ટમથી કાર લેસ છે. આ બધા ફીચર્સ મેનુઅલ અને CVT બંન્ને મોડલમાં મળશે. નવી હોન્ડા જાઝનો મુકાબલો હ્યુંડઇ i20, મારુતિ સુઝુકી બલેના અને ટોયોટાની ગ્લાંઝા સાથે થશે.