ઓટોમોબાઇલઃ દિવાળી પર લૉન્ચ થશે Hyundaiની આ કાર, જાણો તેના ફીચર્સ

અટલ સમાચાર, ડેસ્ક હ્યૂન્ડઇની Elite i20નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. તેની ઘણા સમયથી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કંપની Hyundai Elite i20ને દિવાળી પહેલા લૉન્ચ કરી શકે છે. હ્યૂન્ડઇએ Elite i20ને સ્પોર્ટી લૂક આપ્યો છે. આ લુકને જોઈને ફીચર્સ અને પાવરનો અંદાજો લગાવી શકાય છે. બીજી તરફ કંપનીએ હજુ તેની કિંમતનો ખુલાસો
 
ઓટોમોબાઇલઃ દિવાળી પર લૉન્ચ થશે Hyundaiની આ કાર, જાણો તેના ફીચર્સ

અટલ સમાચાર, ડેસ્ક

હ્યૂન્ડઇની Elite i20નો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. તેની ઘણા સમયથી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કંપની Hyundai Elite i20ને દિવાળી પહેલા લૉન્ચ કરી શકે છે. હ્યૂન્ડઇએ Elite i20ને સ્પોર્ટી લૂક આપ્યો છે. આ લુકને જોઈને ફીચર્સ અને પાવરનો અંદાજો લગાવી શકાય છે. બીજી તરફ કંપનીએ હજુ તેની કિંમતનો ખુલાસો નથી કર્યો, પરંતુ વિશેષજ્ઞોનું માનીએ તો આ કારની કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

ફીચર્સ

કંપનીએ નવી i20 હેચબેચને સ્પોર્ટી લુક આપ્યો છે. તેની હેડલાઇટ પ્રોજેક્ટર હેડલેમ્પની સાથે સ્લીક LED DRLs, ત્રિકોણીય ફૉગ લેમ્પ હાઉસિંગની સાથે શાર્ક ફિન એન્ટિના, ડ્યૂઅલ ટોન અલોય વ્હીલ્સ અને ટેલ લેમ્સ્ચની સાથોસાથ રિફ્લેક્ટર અને ક્રોમ સ્ટિપ સામેલ છે. કારની કેસ્કેડ ડિઝાઇન ફ્રન્ટ ગ્રિલ તેને સ્પોર્ટી લુક આપે છે. બીજી તરફ તેમાં પાછળની તરફ ઉત્તમ વાઇપર આપ્યા છે જે વરસાદના સમયમાં પાછળથી આવતા વાહનોને જોવામાં મદદરૂપ થશે.

હ્યૂન્ડઇએ નવી i20ની કેબિન International Spec Modelના લેઆઉટથી પ્રેરિત થઈને બનાવી છે. કંપનીએ તેમાં વાયરલેસ ફોન ચાર્જિંગ સિસ્ટમ, 17.77 સેમીની ટચ સ્ક્રીન IPS ડિસ્પ્લે અને AVN સિસ્ટમની સાથે આપી છે. બીજી તરફ સુરક્ષા ફીચર્સ તેમાં સ્ટાન્ડર્ડ રૂપથી પાર્કિંગ સેન્સર, રિયર વ્યૂ કેમેરા, ABS અને EBDનો વિકલ્પ આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એન્જિન સ્પેક્સની વાત કરીએ તો નવા જનરેશન હ્યૂન્ડઇ આઇ20માં વેન્યૂના સમાન જ પાવરટ્રેન મળવાની આશા છે, જેમાં 83 hpનો પાવર અને 113 Nm ટોર્કની સાથે 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સામેલ હશે. આ ઉપરાંત તેમાં 1 લીટર ટર્બો પેટ્રોલનો વિકલ્પ પણ આપવામાં આવશે, જે 120 hpના પાવર અને 173 Nm ટોર્ક આપવામાં સક્ષમ હશે. બીજી તરફ ડીઝલ એન્જિનમાં 1.5 લીટર એન્જિનનો વિકલ્પ આપવામાં આવશે. જે 100 hpનો પાવર અને 240 Nmનો ટોર્ક આપશે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં મેન્યૂઅલ ટ્રાન્સમિશન, એક એએમટી, iMT અને વેરિયન્ટ આધાર પર 7 સ્પીડ ડ્યૂઅલ ક્લચ ઓટોમેટિક સામેલ હશે.