ઓટોમોબાઇલઃ 1લી ફેબ્રુઆરીથી નહીં કરી શકો WhatsApp યુઝ જાણો કેમ ?

અટલ સમાચાર, ડેસ્ક વોટ્સએપના લાખો ગ્રાહકો માટે એક ખરાબ સમાચાર છે. આવું એટલા માટે કારણ કે શક્ય છે કે તમે 1 ફેબ્રુઆરીથી પોતાના ફોનમાં વોટ્સએપ ન ચલાવી શકો. વોટ્સએપ પોતાના કેટલાક જૂના ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા ફોન પર સપોર્ટ બંધ કરી રહ્યું છે. વોટ્સએપે પોતાના FAQ સપોર્ટ પેજ પર એક બ્લોગ શૅર કર્યો છે. કંપનીએ
 
ઓટોમોબાઇલઃ 1લી ફેબ્રુઆરીથી નહીં કરી શકો WhatsApp યુઝ જાણો કેમ ?

અટલ સમાચાર, ડેસ્ક

વોટ્સએપના લાખો ગ્રાહકો માટે એક ખરાબ સમાચાર છે. આવું એટલા માટે કારણ કે શક્ય છે કે તમે 1 ફેબ્રુઆરીથી પોતાના ફોનમાં વોટ્સએપ ન ચલાવી શકો. વોટ્સએપ પોતાના કેટલાક જૂના ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા ફોન પર સપોર્ટ બંધ કરી રહ્યું છે.

વોટ્સએપે પોતાના FAQ સપોર્ટ પેજ પર એક બ્લોગ શૅર કર્યો છે. કંપનીએ તેમાં જાણકારી આપી હતી કે એન્ડ્રોઇડ વર્જન 2.3.7 અને તેનાથી પહેલાની ઑપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ બંધ કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ જો તમે એપલ iPhone યૂઝર છે અને iOS 8 અને તેનાથી જૂના ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલા ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, તો 1 ફેબ્રુઆરી 2020 બાદ WhatsApp નહીં ચલાવી શકો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વૉટ્સએપના બ્લોગમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે યૂઝર્સ આ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ 31 જાન્યુઆરી બાદ ન તો નવું એકાઉન્ટ બનાવી શકે અને ન તો વેરિફિકેશન જેવી એક્ટિવિટી કરી શકે. જૂના ફોન પર સપોર્ટ બંધ કરવા પાછળનું કારણ જણાવતાં વોટ્સએપે કહ્યું છે કે આવું એટલા માટે કરે છે કારણ કે તેનું ફોક્સ આવનારા સાત વર્ષો પર રહે છે. તો તેનું ધ્યાન તે મોબાઇલ ફોન્સ પર હોય છે જેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેની પર વોટ્સએપનું એવું પણ કહેવું છે કે વોટ્સએપ સપોર્ટ બંધ થવાની અસર માત્ર તે લોકો પર થશે જેની પાસે 6 વર્ષથી વધુ જૂના સ્માર્ટફોન છે. પહેલા પણ અનેક ફોનમાં બંધ થયું છે WhatsApp : નોંધનીય છે કે, વોટ્સએપે Windows ફોન માટે પણ 1 જાન્યુઆરી 2020થી સપોર્ટ બંધ કરી દીધો છે. આ ઉપરાંત 31 ડિસેમ્બર 2017 બાદ કંપનીએ બ્લેકબેરી OS, બ્લેકબેરી 10, Windows Phone 8.0 અને બાકી જૂના પ્લેટફોર્મ્સ માટે પણ WhatsApp બંધ કરી દીધું હતું.10:45 AM 29-Jan-20