ઓટોમોબાઇલ@દેશ: મારૂતિ સુઝુકીની સૌથી સસ્તી અલ્ટો-800 કાર પર ખાસ ઓફર જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ સૌથી સસ્તી અને વધુ વેચાતી હેચબેક અલ્ટો 800 પર ખાસ ઓફર જાહેર કરી છે. હેચબેક કાર ખરીદવામાં તમે 38,100 રૂપિયા સુધીની બચત કરી શકો છો .મારૂતિએ આ કારના કુલ 6 વેરિઅન્ટ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કર્યા છે. આ કારના બેઝ મોડલની કિંમત 2.99 લાખ રૂપિયા
 
ઓટોમોબાઇલ@દેશ: મારૂતિ સુઝુકીની સૌથી સસ્તી અલ્ટો-800 કાર પર ખાસ ઓફર જાહેર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ સૌથી સસ્તી અને વધુ વેચાતી હેચબેક અલ્ટો 800 પર ખાસ ઓફર જાહેર કરી છે. હેચબેક કાર ખરીદવામાં તમે 38,100 રૂપિયા સુધીની બચત કરી શકો છો .મારૂતિએ આ કારના કુલ 6 વેરિઅન્ટ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કર્યા છે. આ કારના બેઝ મોડલની કિંમત 2.99 લાખ રૂપિયા છે, જ્યારે ટોચના વેરિએન્ટ VXi Plus ની કિંમત 4.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. કંપની અનુસાર, આ ડિસ્કાઉન્ટ ગ્રાહકને કેશબેક ઓફર, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને અન્ય લાભોના રૂપમાં આપવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે આ મારુતિ અલ્ટો 800 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ કારની વિશેષતાઓ વિશે જાણવું જોઈએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મારૂતિએ આ કારના કુલ 6 વેરિએન્ટ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કર્યા છે. આ કારના બેઝ મોડલની કિંમત 2.99 લાખ રૂપિયા છે, જ્યારે ટોચના વેરિએન્ટ VXi Plus ની કિંમત 4.60 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. કંપનીએ આ કારમાં 796cc પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 60Nm નો ટોર્ક અને 40.3bhp નો પાવર જનરેટ કરે છે. આ કારના તમામ વેરિએન્ટમાં એક જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ કાર વેરિએન્ટ્સનું માઇલેજ લગભગ 22 kmpl છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અલ્ટો કારના સ્ટાન્ડર્ડ વેરિએન્ટના ઈન્ટીરીયર ભાગને કાળા અને બીજ રંગની ડીઝાઈનથી કરવામાં આવ્યું છે .કારના તમામ વ્હીલ્સ પર સેન્ટર કેપ, વિનાઇલ સીટ અપહોલ્સ્ટરી સાથે ડ્રાઇવર સાઇડ વિઝર અને આગળ અને પાછળના ભાગમાં બોટલ હોલ્ડર આપવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ તરીકે, કારને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS),ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD),રિવર્સ પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, હાઇ માઉન્ટેડ સ્ટોપ લેમ્પ, ઇમોબિલાઇઝર, ફ્રન્ટ વાઇપર અને વોશર, ડ્રાઇવર સાઇડ એરબેગ અને હેડલાઇટ લેવલીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.