આવેદન@સુઇગામ: છેવાડાના ગામોમાં સિંચાઇનું પાણી છોડવા ખેડૂતોની માંગ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકના છેવાડાના ગામડાઓમાં સિંચાઇ માટે કેનાલોમાં પાણી છોડવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ સાથે કૃષિ ઇનપુટ અને તીડથી ખેડૂતોને થયેલ નુકશાનીનુ વળતર આપવા પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ કેનાલ સત્તાધિશો સામે આક્ષેપ કરતા જણાવાયુ છે કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કેનાલનું પાણી સિંચાઇ માટે
 
આવેદન@સુઇગામ: છેવાડાના ગામોમાં સિંચાઇનું પાણી છોડવા ખેડૂતોની માંગ

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકના છેવાડાના ગામડાઓમાં સિંચાઇ માટે કેનાલોમાં પાણી છોડવા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ સાથે કૃષિ ઇનપુટ અને તીડથી ખેડૂતોને થયેલ નુકશાનીનુ વળતર આપવા પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ કેનાલ સત્તાધિશો સામે આક્ષેપ કરતા જણાવાયુ છે કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કેનાલનું પાણી સિંચાઇ માટે આપવામાં આવતુ નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકના ખેડૂતો સિંચાઇના પાણી માટે જંગે ચડ્યા છે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ આજે સુઇગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં જણાવાયુ છે કે, છેવાડાના ગામોમાં નર્મદા કેનાલનું સિંચાઇ માટે ખેડૂતોએ માંગણા પિયત મંડળી મારફતે પત્રક ભરવા છતાં છેવાડાંના ખેડૂતોને પાણી મળતું નથી. આ સાથે તાજેતરમાં રાજ્ય સરકાર કૃષિ ઇનપુટ જાહેર કરેલું હતું. જેમાં ખરેખર નુકશાન ધરાવનાર અમુક ખેડૂતોને કોઇ સહાય આપી નથી તેમને તત્કાલીક સહાય ચુકવવા રજૂઆત કરવામાં આવી છે.

આવેદન@સુઇગામ: છેવાડાના ગામોમાં સિંચાઇનું પાણી છોડવા ખેડૂતોની માંગ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કિસાન ક્રાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ ખેડુતો પ્રાંત ઓફીસ પહોંચી આવેદનપત્ર આપ્યુ હતુ. ખેડુતોનો આક્ષેપ છે કે, સિંચાઇ માટે કેનાલનું પાણી લેવા વારંવાર રજૂઆતો છતાં કોઇ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે કૃષી ઇનપુટ અને તીડથી ખેડૂતોને થયેલ નુકશાનીનુ વળતર આપવા પણ આક્રોશ સાથે જણાવ્યુ હતુ.