ઉચાપત@સતલાસણા: દૂધમંડળીના મંત્રીએ સભાસદોના 3.36 લાખ ઉપાડી લીધા

અટલ સમાચાર,મહેસાણા સતલાસણા તાલુકાના ગામે દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સામે ઉચાપતની ફરીયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. મંત્રીએ પોતાની ફરજ દરમ્યાન અલગ-અલગ સમયે ચેકથી મંડળીના બેન્ક ખાતામાંથી કુલ રૂ. 3,36,000ની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ છે. નાણાંકીય કૌભાંડને પગલે મંડળીના જ ચૌધરી લવજીભાઇ રાસંગભાઇ જીવાભાઇએ સતલાસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. અટલ
 
ઉચાપત@સતલાસણા: દૂધમંડળીના મંત્રીએ સભાસદોના 3.36 લાખ ઉપાડી લીધા

અટલ સમાચાર,મહેસાણા

સતલાસણા તાલુકાના ગામે દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સામે ઉચાપતની ફરીયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. મંત્રીએ પોતાની ફરજ દરમ્યાન અલગ-અલગ સમયે ચેકથી મંડળીના બેન્ક ખાતામાંથી કુલ રૂ. 3,36,000ની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ છે. નાણાંકીય કૌભાંડને પગલે મંડળીના જ ચૌધરી લવજીભાઇ રાસંગભાઇ જીવાભાઇએ સતલાસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના શેષપુર ગામે દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી સામે ઉચાપતની ફરીયાદ દાખલ થઇ છે. દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી ચૌધરી ભીખાભાઇ ચેલાભાઇએ ફરજ દરમ્યાન તા.23/12/2016 થી 15/02/2017 વચ્ચે અલગ-અલગ ત્રણ ચેકથી કુલ રૂ. 3.36.000 મંડળીનું ખાતુ ધરાવતી બેન્કમાંથી ઉપાડી લીધા હતા. આ સાથે તે રકમ પણ દુધ ઉત્પાદક મંડળીના રોજમેળ જમા નહી લેતા આખરે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.