જાગૃતિ@દિયોદર: કોરોના વાયરસને લઇ સોશિયલ ડિસ્ટન્સનું પાલન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે દિયોદરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યુ છે. દિયોદરના રાજવી અને ગ્રામ પંચાયતના સરપંચ ગિરીરાજસિંહ વાઘેલા દ્રારા નવો પ્રયોગ અપનાવવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે વસ્તુની ખરીદી શકાય કે શાકભાજી, કરિયાણાની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ સાવચેતીથી મળી રહે તે માટે શાકમાર્કેટ અને બજારોમાં સ્કવેર રેખા
 
જાગૃતિ@દિયોદર: કોરોના વાયરસને લઇ સોશિયલ ડિસ્ટન્સનું પાલન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે દિયોદરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવી રહ્યુ છે. દિયોદરના રાજવી અને ગ્રામ પંચાયતના સરપંચ ગિરીરાજસિંહ વાઘેલા દ્રારા નવો પ્રયોગ અપનાવવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે વસ્તુની ખરીદી શકાય કે શાકભાજી, કરિયાણાની જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ સાવચેતીથી મળી રહે તે માટે શાકમાર્કેટ અને બજારોમાં સ્કવેર રેખા દોરી લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનુ઼ પાલન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. દિયોદર નવી બજાર- શાકમાર્કેટમાં રોડ પર સ્ક્વેર રેખા દોરી શાકભાજીનું વિતરણ કરવા અને લારીઓવાળા સોશિયલ ડિસ્ટન્સમાં રહી શાકભાજી વિતરણ કરી શકે તેવી વ્યવસ્થા દિયોદર સરપંચ દ્વારા કરવામાં આવી છે. જેને લઇ આજે વહેલી સવારે લોકોએ સાવચેતી સાથે શાકભાજી ખરીદી હતી.

જાગૃતિ@દિયોદર: કોરોના વાયરસને લઇ સોશિયલ ડિસ્ટન્સનું પાલન

સમગ્ર મામલે સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવેલ કે, આ એક નવતર પ્રયોગ છે, લોકો એક સાથે શાકભાજી ખરીદવા આવે છે, અને કામ વગર લોકો એકઠા ન થાય તે માટે એક રેખા દોરવામાં આવી છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે શાકભાજીની ખરીદી કરી શકે. આમાં દિયોદર ગ્રામ પંચાયતની સુજબુજ સાથે ટીમ પણ ખડેપગે રહી લોકોના હિત માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેથી લોકો તરફથી આ સરાહનિય કામગીરી બિરદાવી હતી.