બબાલ@ખેરાલુ: જાળી બંધ કરવાની વાતમાં ઉગ્ર ઝઘડો, કુટુંબનાં જ સભ્યો તૂટી પડ્યાં, પરિણિતાને ગાલમાં છરી મારી

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ ખેરાલુ તાલુકાના ગામે નજીવી બાબતે જેઠ-જેઠાણી અને સસરાએ પરીણિતા પર છરીની હુમલો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઘરનો દરવાજો ખુલ્લો નહીં રાખવા બાબતે સવારે જેઠ-જેઠાણી અને સસરાએ પરીણિતાને લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદમાં સારવાર લઇ ઘરે આવ્યા બાદ ફરીથી સાંજના સમયે ત્રણેય ભેગા મળી
 
બબાલ@ખેરાલુ: જાળી બંધ કરવાની વાતમાં ઉગ્ર ઝઘડો, કુટુંબનાં જ સભ્યો તૂટી પડ્યાં, પરિણિતાને ગાલમાં છરી મારી

અટલ સમાચાર ડોટ કોમ, ખેરાલુ

ખેરાલુ તાલુકાના ગામે નજીવી બાબતે જેઠ-જેઠાણી અને સસરાએ પરીણિતા પર છરીની હુમલો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ ઘરનો દરવાજો ખુલ્લો નહીં રાખવા બાબતે સવારે જેઠ-જેઠાણી અને સસરાએ પરીણિતાને લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદમાં સારવાર લઇ ઘરે આવ્યા બાદ ફરીથી સાંજના સમયે ત્રણેય ભેગા મળી ગાળાગાળી શરૂ કરી હતી. જેથી પરીણિતાએ ગાળો બોલવાની ના પાડતાં તેમના જેઠે છરી વડે હુમલો કરતાં પરીણિતાને ગાલથી હોઠ સુધીનો ભાગ ચિરાઇ ગયો હતો. આ સાથે પરીણિતાનો પતિ, અને ભાઇ-બહેન વચ્ચે પડતાં ઇસમોએ તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. સમગ્ર મામલે સારવાર બાદ પરીણિતાએ જેઠ-જેઠાણી અને સસરા સામે ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે પરીણિતા પર હુમલાની ઘટનાને લઇ ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ લુણવા ગામના રબારીવાસમાં સોનલબેન ફુલેશભાઇ રબારી પોતાના દીકરા અને દીકરી સાથે રહે છે. તેમના ઉપરના માળે તેમના જેઠ-જેઠાણી અને સસરા રહે છે. ગત ગુરૂવારે સવારે સોનલબેનનો દીકરો ઓસરીમાં રમતો હોઇ ઝાળીનો દરવાજો ખુલ્લો હોઇ તેમને પોતાની જેઠાણીને દરવાજો બંધ કરવાનું કહ્યુ હતુ. જેથી તેના જેઠાણી લક્ષ્મીબેન, જેઠ લાલભાઇ અને સસરા માવજીભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી લાકડી વડે મહિલાને માર મારી અને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદમાં મહિલાએ પોતાના પતિને ફોન કરી બોલાવતાં તેઓ સારવાર અર્થે ગયા હતા. જ્યાં સમજાવટને અંતે મહિલાએ ફરીયાદ કરવાનું ટાળ્યું હતુ.

બબાલ@ખેરાલુ: જાળી બંધ કરવાની વાતમાં ઉગ્ર ઝઘડો, કુટુંબનાં જ સભ્યો તૂટી પડ્યાં, પરિણિતાને ગાલમાં છરી મારી

આ દરમ્યાન સાંજના સમયે મહિલા પોતાના ભાઇ-બહેન અને પતિ સહિતના સાથે દવાખાનેથી પરત આવી ચા-પાણી કરતાં હતા. આ દરમ્યાન તેના સસરા માવજીભાઇ ચેહોરભાઇ, જેઠ લાલાભાઇ અને જેઠાણી લક્ષ્મીબેન મેડા ઉપર ઉભા-ઉભા ગાળાગાળી કરતાં હતા. જેથી મહિલાએ ગાળો બોલવાનું ના પાડતાં ત્રણેય જતાં હાથમાં છરી અને લાકડીઓ લઇ નીચે ઉતરી મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલાના જેઠે છરીના ઘા મારતાં મહિલાને જમણા ગાલથી હોઠ સુધીનો ભાગ ચિરાઇ જતાં લોહીલુહાણ થઇ ગઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખેરાલુ તાલુકાના ગામે નજીવી બાબતે સાસરીયાઓએ પરીણિતા પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. પરીણિતાનો પુત્ર રમતો હોઇ દરવાજો બંધ કરવાની સામાન્ય બાબતે સવારે અને સાંજે પરીણિતા પર હુમલાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સારવાર લીધા બાદ પરીણિતાએ પોતાના જેઠ-જેઠાણી અને સસરા સામે ખેરાલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી 324, 354, 323, 504, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.