બફાટ@નર્મદા: અધિકારીનો લેવાશે ખુલાસો, સોમવારથી ખેડુતોને મળશે પાણી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકમાં વરસાદની ખેંચ અને કેનાલો કોરીધાકોર હોવાથી ખેડુતો ત્રાહીમામ્ પોકારી ગયા છે. નર્મદા નિગમના અધિકારીઓ સાંભળતા ન હોવાના આક્ષેપ સાથે પંથકમાં નારાજગી વધી રહી છે. અધિકારીનો બફાટ અને પાણી વિના પાક સુકાતા ખેડુતો ભયંકર મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે બફાટ કરનાર અધિકારીનો ખુલાસો લેવા અને આગામી દિવસોએ પાણી
 
બફાટ@નર્મદા: અધિકારીનો લેવાશે ખુલાસો, સોમવારથી ખેડુતોને મળશે પાણી

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકમાં વરસાદની ખેંચ અને કેનાલો કોરીધાકોર હોવાથી ખેડુતો ત્રાહીમામ્ પોકારી ગયા છે. નર્મદા નિગમના અધિકારીઓ સાંભળતા ન હોવાના આક્ષેપ સાથે પંથકમાં નારાજગી વધી રહી છે. અધિકારીનો બફાટ અને પાણી વિના પાક સુકાતા ખેડુતો ભયંકર મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે બફાટ કરનાર અધિકારીનો ખુલાસો લેવા અને આગામી દિવસોએ પાણી છોડવાનું રાધનપુર સબ ડીવીઝન(નર્મદા)ના અધિકારીએ સ્પષ્ટ કર્યુ છે.

બનાસકાંઠાના સુઇગામ સહિતના પંથકોમાં વરસાદની ખેંચને પગલે ખેડુતોના ઉભા પાક સુકાઇ રહ્યા છે. ખેડુતોની વારંવારની મૌખિક રજૂઆત છતાં કેનાલોમાં પાણી નહી છોડવામાં આવતા હાડમારી ચરમસીમાએ પહોંચી છે. આ દરમ્યાન રાધનપુર નર્મદા નેટવર્કના અધિકારી એચ.પી.પટેલે બફાટ કરતા ખેડુતો લાલઘુમ બન્યા છે. ઓફીસમાં ઉભા રહેવા દેવાનો ઉપકાર કરતા હોય તેવી ટિપ્પણી કરતા કેનાલના સત્તાધીશોમાં મામલો વાયરલ થયો છે.

અટલ સમાચાર.કોમ દ્વારા કેનાલના અધિકારી એસ.પી.મહંત સાથે વાત કરતાં ખેડુતોની નારાજગી અને આગામી દિવસોની સ્થિતિ સ્પષ્ટ બની છે. બફાટ કરનાર અધિકારીએ કયાં સંજોગોમાં અને કેમ અયોગ્ય નિવેદન કર્યા છે કે કેમ ? તે અંગે સોમવારે ખુલાસો પુછવામાં આવશે તેમ કહ્યું હતુ. આ સાથે ખેડુતોને પાણી આપવા હમણાં સુધી પુરતી સંખ્યામાં લેખિત માંગણી ન હોવાથી કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યુ તેવું કહ્યું હતુ.

આ દરમ્યાન સિંચાઇની સ્થિતિ અંગે જણાવ્યુ હતુ કે, ખેડૂતોની મંડળીઓ ઘ્વારા લેખિત માંગણી આવી હોવાનું ધ્યાને આવ્યુ છે. આથી આગામી સોમવાર કે મંગળવારથી કેનાલોમાં પાણી છોડી લેવલ પણ વધારવામાં આવશે. જોકે, બે દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી પરિસ્થિતિ જોઇ કેનાલમાં પાણી છોડવાની બાબતે વધુ ખ્યાલ આવશે.