હડકંપ@બનાસકાંઠા: સંક્રમણ કાબૂ બહાર, આજે એકસાથે નવા 52 કેસ ખુલ્યા

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા મા લોકલ સંક્રમણ બેફામ ગતિએ આગળ વધી રહ્યું હોય દરરોજ લગભગ ડબલ આંકડામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આજે જિલ્લા એકસાથે નવા 52 કેસ આવતા હડકંપ મચી ગયો છે. આરોગ્ય તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડવા અને સબંધિત વિસ્તારોમાં સેનેટાઈજ કરવા કવાયત હાથ ધરી છે. બનાસકાંઠા
 
હડકંપ@બનાસકાંઠા: સંક્રમણ કાબૂ બહાર, આજે એકસાથે નવા 52 કેસ ખુલ્યા

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા મા લોકલ સંક્રમણ બેફામ ગતિએ આગળ વધી રહ્યું હોય દરરોજ લગભગ ડબલ આંકડામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આજે જિલ્લા એકસાથે નવા 52 કેસ આવતા હડકંપ મચી ગયો છે. આરોગ્ય તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવાર અર્થે ખસેડવા અને સબંધિત વિસ્તારોમાં સેનેટાઈજ કરવા કવાયત હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા માં આજે એકસાથે કોરોના વાયરસનાં નવા 52 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં અનલોકમાં મળેલી છુંટને કારણે અને સોશીયલ ડિસ્ટન્સનો ભંગને કારણે સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. આજે માત્ર ધાનેરામાં જ 13 નવા કેસ આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈન મુજબ તમામ દર્દીઓના એકદમ નજીક થી અને થોડે દૂર થી સંપર્કમાં આવેલા લોકોને શોધવા કવાયત શરુ કરી છે.