બનાસકાંઠાઃ કોવિડ-19 સામે લડવા 2 હોસ્પિટલો તૈયાર કરાઇ

અટલ સમાચાર, પાલનપુર નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. આ વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી પરંતું જિલ્લા વહીવટી તંત્રએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર
 
બનાસકાંઠાઃ કોવિડ-19 સામે લડવા 2 હોસ્પિટલો તૈયાર કરાઇ

અટલ સમાચાર, પાલનપુર

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. આ વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની સુચના મુજબ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી પરંતું જિલ્લા વહીવટી તંત્રએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારી આઇસોલેશન વોર્ડ ઉપરાંત જિલ્લામાં બે ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે તૈયાર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પિટલમાં તૈયાર કરાયેલ કોવિડ હોસ્પીટલની બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ મુલાકાત લઇ આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. ડીસા કોવિડ હોસ્પિટલની મુલાકાત બાદ કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, કોવિડ-૧૯ સામે લડવા બનાસકાંઠા જિલ્લામાં બે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પાલનપુર સિવીલ હોસ્પિટલમાં ૧૨૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત ડીસા ખાતે ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલમાં ૮૦ બેડની કોવિડ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં અલાયદુ ફ્લુ કોર્નર સહિત તમામ ફેસીલીટી ઉપલબ્ધ બનાવાશે. ડીસાની કોવિડ હોસ્પીટલમાં ૫ વેન્ટીલેટર, ૧૨ બેડના બે આઇ. સી. યુ. વોર્ડ, ૧ એમ્બ્યુલન્સ, ૧- એક્સ-રે મશીન, ૨- ફિઝીશીયન ર્ડાકટરો, ૧-એનેસ્થેટીક, ૧૨-મેડીકલ ઓફિસર, ૪૪-નર્સિગ સ્ટાફ, ૨-લેબ ટેક્નીશિયન, ૧-ફાર્માસીસ્ટ, ઓક્સિજન સહિત પુરતા પ્રમાણમાં સ્ટાફની નિમણુંક કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.