બનાસકાંઠા: દિવ્યાંગ ખેડૂતની વર્ષે 90 લાખ કમાણી, પદ્મશ્રીથી સન્માનિત

અટલ સમાચાર,મહેસાણા ગુજરાતમાં ઘણા ખેડૂતો એ વાત સાબિત કરે છે કે મહેનત કરીને સોના જેટલું જ કમાઈ રહ્યા છે. તેમના પાક લાખો નહીં કરોડો રૂપિયાની કમાણી કરી આપે છે. બનાસકાંઠા જિલ્લામાં એક દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલ દાડમની ખેતી કરે છે. તેઓ વર્ષમાં દાડમની ખેતીથી જ 90 લાખની કમાણી કરી શકે છે. ગેનાભાઈને જોઈને હવે ગામના
 
બનાસકાંઠા: દિવ્યાંગ ખેડૂતની વર્ષે 90 લાખ કમાણી, પદ્મશ્રીથી સન્માનિત

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાતમાં ઘણા ખેડૂતો એ વાત સાબિત કરે છે કે મહેનત કરીને સોના જેટલું જ કમાઈ રહ્યા છે. તેમના પાક લાખો નહીં કરોડો રૂપિયાની કમાણી કરી આપે છે. બનાસકાંઠા જિલ્લામાં એક દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલ દાડમની ખેતી કરે છે. તેઓ વર્ષમાં દાડમની ખેતીથી જ 90 લાખની કમાણી કરી શકે છે. ગેનાભાઈને જોઈને હવે ગામના 150 ખેડૂતો 1500 વીઘા જમીનમાં દાડમ વાવી રહ્યા છે.

બનાસકાંઠા: દિવ્યાંગ ખેડૂતની વર્ષે 90 લાખ કમાણી, પદ્મશ્રીથી સન્માનિત

ગેનાભાઈ પટેલ બનાસકાંઠાના લાખણી પાસે આવેલા ગોરિયા ગામના વતની છે. તેમી ઉંમર 53 વર્ષ છે, અને તેઓ દસમા ધોરણ સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. ગેનાભાઈ છેલ્લા 15 વર્ષથી ખેતી કરે છે. અને 9 વર્ષથી દાડમની ખેતી કરી રહ્યા છે. 2009માં તેમને દાડમની ખેતી માટે સર્વશ્રેષ્ઠ કેડૂતનો પહેલો પુરસ્કાર મળ્યો હતો. 2012માં તેમને રાજ્યના સર્વશ્રેષ્ઠ આત્મા ખેડૂત પુરસ્કારથી નવાજવામાં આવ્યા. અત્યાર સુધીમાં તેમને 7 સર્વશ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર મળી ચૂક્યા છે.

બનાસકાંઠાના દાડમની નિકાસ શ્રીલંકા, મલેશિયા, દુબઈ, યુએઈમાં થાય છે. જેમાં ગેનાભાઈનું મહત્વનું યોગદાન છે. છેલ્લા 12 વર્ષમાં લગભગ 35 હજાર હેક્ટરમાં 3 કરોડથી વધુ દાડમના છોડ લાગી ચૂક્યા છે. એટલું જ નહીં બનાસાકંઠા જિલ્લો આજે અનાજની ખેતીમાં રાજ્યમાં સૌથી આગળ છે, સાથે જ ફળની ખેતીમાં પણ ટોચ પર છે. દાડમની ખેતીએ બનાસકાંઠાના ખેડૂતોનું જીવન સુધારી ધીદું છે. સાથે જ ડ્રિપ સિંચાઈમાં પણ નામ કાઢ્યું છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ખેડૂતો પણ હવે બનાસાકાંઠાની જેમ દાડમની ખેતી તરફ વળી રહ્યા છે લાખણી તાલુકાના સરકાર ગોલિયા ગામે આજે આખા દેશમાં મોડેલ ગામ તરીકે ઓળખવામાં આવે છે, જેનું શ્રેય ગામના લોકો ગેનાભાઈને આપે છે.

બનાસકાંઠા: દિવ્યાંગ ખેડૂતની વર્ષે 90 લાખ કમાણી, પદ્મશ્રીથી સન્માનિત

ગેનાભાઈ કહે છે કે મેં સૌથી પહેલા 2004માં દાડમની ખેતી અંગે વિચાર્યુ હતું. મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન મેં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો. જમીન વારસામાં મળી હતી. પરંતુ બાળપણથી જ વિકલાંગ હોવાને કારણે થોડી મૂંઝવણ હતી. પરંતુ તેમણે ખેતી કરવાનું નક્કી કર્યું અને 15 રૂપિયાના એક લેખે 6 હજાર છોડ મહારાષ્ટ્રથી ખરીદ્યા. જે માટે તેમણે શરૂઆતમાં દોઢ લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.

દાડમની ખેતી શરૂ કર્યા બાદ ગેનાભાઈ પટેલે એક વર્ષ બાદ પાંચ હેક્ટરમાં દાડમના છોડને ડ્રીપ ઈરિગેશનથી સિંચાઈ આપી. તે સમયે રાજ્યના ખેડૂતોને ટેક્નોલોજી અંગે ખાસ ખ્યાલ નહોતો. આજે ગેનાબાઈ પોતાની ખેતીથી 90 લાખ કમાઈ રહ્યા છે. રાજસ્થાન સરકારે પણ પુરસ્કારની સાથે લાખો રૂપિયાની રોકડ ગેનાભાઈને આપી છે. ગણાભાઈ મૂળ રાજસ્થાની છે અને તેમનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. તેમના પરિવારના સભ્યોએ પણ ગુજરાતમાં દાડમની ખેતી જોઈ છે અને રાજસ્થાનમાં પણ તેઓ દાડમની ખેતી કરી રહ્યા છે. ગેનાભાઈએ રાજસ્થાનના બાડમેર અને ઝાલોર જિલ્લામાં ખેડૂતોને 250 હેક્ટરમાં દાડમની ખેતી કરવામાં મદદ કરી છે. જેને માટે રાજસ્થાન સરકારે તેમને સન્માન્યા છે.

બનાસકાંઠા: દિવ્યાંગ ખેડૂતની વર્ષે 90 લાખ કમાણી, પદ્મશ્રીથી સન્માનિત

2012માં તેમન આવકમાં 26 ટકાનો વદારો થયો. પરંતુ આ વર્ષે ફક્ત 66 રૂપિયે કિલોની ઉપજ, તેમને 17.16 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર પ્રમાણે 2 લાખની આવક થઈ. એટલે કે તેમણે 75.80 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો રળ્યો. 2018માં ગેનાભાઈની આવક વધીને કરોડમાં પહોંચી ચૂકી છે. ગેનાભાઈ પટેલને ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યા છે. પદ્મશ્રી મળવા પર ગેનાભાઈએ કહ્યું કે મને દિલ્હીથી ફોન આવ્યો હતો. મેં ફોન ઉપાડ્યો તો મને કહેવામાં આવ્યું કે તમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. આ સાંભળીને હું ચોકીં ગયો. બે મિનિટ પછી મેં ભાઈને કહ્યું કે આપણને પદ્મશ્રી મળ્યો છે. હું બંને પગથી દિવ્યાંગ છું, અને એવોર્ડ લેવા દિલ્હી ગયો હતો. એવોર્ડ લેતા સમયે મારી ખુશી આસમાને હતી. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત તરીકે ગેનાભાઈને અત્યાર સુધી સાત પુરસ્કાર મળી ચૂક્યા છે. જેમાંથી 5 રાષ્ટ્રીય પુરસ્કાર છે. અશોક ગેહલોતે પણ રાજસ્થાનમાં દાડમની ખેતી ફેલાવવા બદલ તેમને 10 લાખનો રોકડ પુરસ્કાર આપ્યો છે.