બનાસકાંઠા: કેમિકલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, આગમાં ચાલક ભડથું

અટલ સમાચાર, પાલનપુર ગુંદરી ડીસા હાઇવે પર રામદેવ હોટલ નજીક મંગળવારે રાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડીસાથી રાજસ્થાન તરફ જતું કેમિકલ ભરેલુ ટેન્કર અને પાંથાવાડા તરફથી ખાલી આવી રહેલી ટ્રક સામસામે ટકરાતાં ટ્રક પલ્ટી ખાઇ જતાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે, ટ્રક ચાલક બહાર નીકળી શક્યો ન હતો,
 
બનાસકાંઠા: કેમિકલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત, આગમાં ચાલક ભડથું

અટલ સમાચાર, પાલનપુર

ગુંદરી ડીસા હાઇવે પર રામદેવ હોટલ નજીક મંગળવારે રાત્રે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડીસાથી રાજસ્થાન તરફ જતું કેમિકલ ભરેલુ ટેન્કર અને પાંથાવાડા તરફથી ખાલી આવી રહેલી ટ્રક સામસામે ટકરાતાં ટ્રક પલ્ટી ખાઇ જતાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયંકર હતી કે, ટ્રક ચાલક બહાર નીકળી શક્યો ન હતો, અને આગમાં જ ભડથું થઇ ગયો હતો. જોકે હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા નજીક ગુંદરી-ડીસા હાઇવે પર મંગળવારે રાત્રે હાઇવે પર ડીસા તરફથી કેમિકલ ભરી અને પાંથાવાડા તરફથી ખાલી આવી રહેલ ટ્રક અથડાતા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતાં ડ્રાઈવર પોતાની ટ્રકમાં જ ફસાઈ ગયો હતો. જોત-જોતામાં આગ વિકારાળ સ્વરૂપ પકડતાં ચાલક ભડથું થઇ ગયો હતો. ઘટનાની જાણ પાંથાવાડા પોલીસને થતા દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગુંદરી-ડીસા હાઇવે પર ટ્રકમાં લાગેલી આગ ઓલવવા 40 કિલોમીટર દૂર ડીસાથી ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગ વિકરાળ બની ગઈ અને લોકોની નજર સમક્ષ ટ્રક ચાલક સળગીને ભડથું થઈ ગયો હતો. જોકે હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. ગુંદરી ડીસા હાઇવે પર એક વરસમાં અકસ્માતના પાંચ બનાવો બન્યા છે.