બનાસકાંઠા: ડીસા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત

અટલ સમાચાર, પાલનપુર (રામજીભાઈ રાયગોર) ડીસાનાં વિશ્વકર્મા પાર્ક હાઈવે પર આવેલ સોસાયટીમાં રહેતા એસ.બી.આઈ.નાં પૂર્વ કર્મચારીના પત્ની લીલાબેન કેતનભાઈ ઠાકર રાત્રે પોતાના ઘરેથી રાબેતા મુજબ કૂતરાઓને રોટલા આપવા નીકળ્યા હતા. આ દરમિયાન વૃદ્ધા શિવ મોટર રિલાયન્સ પમ્પ સામે પસાર થઈ રહ્યા હતા, તે દરમીયાન અચાનક એક અજાણ્યાં વાહને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી
 
બનાસકાંઠા: ડીસા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત

અટલ સમાચાર, પાલનપુર (રામજીભાઈ રાયગોર)

ડીસાનાં વિશ્વકર્મા પાર્ક હાઈવે પર આવેલ સોસાયટીમાં રહેતા એસ.બી.આઈ.નાં પૂર્વ કર્મચારીના પત્ની લીલાબેન કેતનભાઈ ઠાકર રાત્રે પોતાના ઘરેથી રાબેતા મુજબ કૂતરાઓને રોટલા આપવા નીકળ્યા હતા.

બનાસકાંઠા: ડીસા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત

આ દરમિયાન વૃદ્ધા શિવ મોટર રિલાયન્સ પમ્પ સામે પસાર થઈ રહ્યા હતા, તે દરમીયાન અચાનક એક અજાણ્યાં વાહને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ગાડી ચાલક નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને 108 દ્વારા ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. અને મહિલાને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા હતા.