બનાસકાંઠા: બારપાદર ગુરુબ્રાહ્મણ સમાજની બેઠક શેરપુરા(સે) ખાતે યોજાઇ

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી) બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના શેરપુરા(સે) ખાતે આવેલા ગુરુબ્રાહ્મણ સમાજના મહોલ્લામાં બારપાદર પરગણાની બેઠક પરસોતમભાઇ.એમ.કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં બારપાદર પરગણાના પચ્ચીસ ગામડાઓમાં થી મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતાં. પ્રથમ મિટિંગમાં વડીલોના માર્ગદર્શન હેઠળ યુવા કમીટીની રચના કરાઇ હતી. યુવા કમીટીમાં બારપાદર યુવા પાંખના પ્રમુખ તરીકે ભાનુભાઇ મોહનલાલ
 
બનાસકાંઠા: બારપાદર ગુરુબ્રાહ્મણ સમાજની બેઠક શેરપુરા(સે) ખાતે યોજાઇ

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના શેરપુરા(સે) ખાતે આવેલા ગુરુબ્રાહ્મણ સમાજના મહોલ્લામાં બારપાદર પરગણાની બેઠક પરસોતમભાઇ.એમ.કટારિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં બારપાદર પરગણાના પચ્ચીસ ગામડાઓમાં થી મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતાં. પ્રથમ મિટિંગમાં વડીલોના માર્ગદર્શન હેઠળ યુવા કમીટીની રચના કરાઇ હતી.

યુવા કમીટીમાં બારપાદર યુવા પાંખના પ્રમુખ તરીકે ભાનુભાઇ મોહનલાલ કટારિયા(શેરપુરા.સે), ઉપપ્રમુખ પ્રદીપ કટારિયા (સલેમકોટ),નરેશભાઈ શ્રીમાળી(મોરીયા)મહામંત્રી, મુકુલભાઈ કટારિયા(પાંચડા) સહમંત્રી, અશોકભાઈ રામજીભાઈ ગેડીયા(ઉમરી)ખજાનચી, રજનીકાન્ત કટારિયા(અશોકગઢ), મિડીયા સહપ્રભારી તરીકે જગદીશકુમાર નાથાભાઇ શ્રીમાળી (પેપોળ) તેમજ ઓડીટર તરિકે રાજેશભાઈ કટારિયા, અશોકભાઈ ભાલકીયાની સર્વોનુમતે વરણી કરાઈ હતી.

બારપાદર પરગણાની હવે પછીની મિટિંગ જુની સેધણી ખાતે યોજાશે, જેમાં ભોજન મનુભાઈ કટારિયા તેમજ રાજેશભાઇ કટારીયા દ્વારા આપવામાં આવશે અને બારપાદર પરગણાનો સ્નેહ મિલન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ પાંચડા ખાતે યોજવાનું નક્કી કરાયું છે. જેમાં પાંચડા સમસ્ત કટારિયા પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. બાર પાદરપરગણાના વિકાસ માટે પ્રથમ મિટિંગમાં જ રૂ.૭૫,૦૦૦(પંચોતેર હજાર )જેટલુ દાન પરગણા દાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. પરગણામાં આર્થિક નબળા પરિવારના વિધાર્થીને મદદરૂપ બનવુ પરગણાને આર્થિક તેમજ શૈક્ષણિક રીતે મદદરૂપ બનવા યુવાનોએ કટીબધ્ધ રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન દીપકભાઈ પંડ્યા દ્વારા કરાયું હતુ.