બનાસકાંઠાઃ ખેડૂતોને પાણી સમયસર મળે તે માટે કલેક્ટરની સુચના

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે કલેક્ટર સંદીપ સાગલેના અધ્યોક્ષસ્થાનને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોને સિંચાઇનું પાણી સમયસર મળે તે માટે કલેક્ટરએ નર્મદા વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. નર્મદા કેનાલોની સાફ સફાઇ, કેનાલોનું રિપરીંગ ઝડપથી કરવામાં આવે અને અત્યારે રવિ સીઝન માટે ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તેની વ્યવસ્થા કરવા
 
બનાસકાંઠાઃ ખેડૂતોને પાણી સમયસર મળે તે માટે કલેક્ટરની સુચના

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે કલેક્ટર સંદીપ સાગલેના અધ્યોક્ષસ્થાનને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોને સિંચાઇનું પાણી સમયસર મળે તે માટે કલેક્ટરએ નર્મદા વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. નર્મદા કેનાલોની સાફ સફાઇ, કેનાલોનું રિપરીંગ ઝડપથી કરવામાં આવે અને અત્યારે રવિ સીઝન માટે ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તેની વ્યવસ્થા કરવા બેઠકમાં જણાવાયું હતું.

આ ઉપરાંત અત્યારે માવઠાથી થયેલ કૃષિ પાક નુકશાન અંગેનો સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવા, માહિતી અધિકારની અરજીઓનો સમયમર્યાદામાં જવાબ આપવા અને અપીલોનો તાત્કાલીક નિકાલ કરવા, આવતીકાલ તા.17ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા વ્યવસ્થા સહિતની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.

કલેક્ટરએ અધિકારીઓને જણાવ્યું કે ડેન્ગ્યુ અને ડિપ્‍થેરીયા જેવા રોગોનો ફેલાવો ન થાય તે માટે પુરતી તકેદારી રાખી જ્યાં પણ જરૂર જણાય ત્યાં પુરતા પ્રમાણમાં દવાનો સ્ટોક રાખી રોગચાળા પર નિયંત્રણ રાખવું. બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ઘાડીયા, સંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્યો શશીકાંતભાઇ પંડ્યા, કિર્તીસિંહ વાઘેલા, ગેનીબેન ઠાકોર, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરિયા, ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, નાયબ વન સંરક્ષક ર્ડા. અંશુમાન, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. વી. વાળા, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિજત રહ્યા હતા.