બનાસકાંઠાઃ જિલ્લાને શર્મસાર કરતી ઘટના, પૂર્વ તા.પં.પ્રમુખ સહિત પાંચ સામે ગેંગરેપની ફરિયાદ

અટલ સમાચાર, બનાસકાંઠા ભોગ બનનાર યુવતિના સોનાના દાગીના સહિત રૂ.85 હજાર મત્તાની લૂંટ પણ ચલાવી બનાસકાંઠા જિલ્લાને શર્મસાર કરતી ઘટના બની છે. જેમાં રાજકીય નેતાઓ સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત આરોપીઓએ યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી તેના ઉપર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ યુવતી પાસે રહેલા સોનાના દાગીના સહિત રૂ.85 હજારની મત્તાની લૂંટ
 
બનાસકાંઠાઃ જિલ્લાને શર્મસાર કરતી ઘટના, પૂર્વ તા.પં.પ્રમુખ સહિત પાંચ સામે ગેંગરેપની ફરિયાદ

અટલ સમાચાર, બનાસકાંઠા

ભોગ બનનાર યુવતિના સોનાના દાગીના સહિત રૂ.85 હજાર મત્તાની લૂંટ પણ ચલાવી

બનાસકાંઠા જિલ્લાને શર્મસાર કરતી ઘટના બની છે. જેમાં રાજકીય નેતાઓ સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત આરોપીઓએ યુવતીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી તેના ઉપર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ યુવતી પાસે રહેલા સોનાના દાગીના સહિત રૂ.85 હજારની મત્તાની લૂંટ ચલાવી હતી. આ અંગે યુવતિએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠાના લાખણીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત પાંચ લોકો સામે ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કર્યું હતું. અને ત્યારબાદ તેની સાથે એકબાદ એક આરોપીઓએ દુષ્કર્મને અંજામ આપ્યો હતો.

દુષ્કર્મ આચર્યા બાદ યુવતી પાસેથી સોનાના દાગીના સહિત રૂ.85 હજાર મત્તાની લૂંટ ચલાવી હતી. અને ત્યારબાદ યુવતીને છોડી મુકી હતી. આ અંગે યુવતીએ બનાસકાંઠાના ભાજપ, કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાએ ઉમેર્યું હતું કે દુષ્કર્મનો વીડિયો ઉતારીને બ્લેકમેલિંગ કરતા હતા. વીડિયો ક્લિપના આધારે કાર કે હોટલ સહિત અલગઅલગ સ્થળોએ અલગઅલગ લોકો દ્વારા દુષ્કર્મનો ક્રમ ચાલુ રહ્યો હતો.