બનાસકાંઠાઃ કેસ નોંધાયેલ વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો

અટલ સમાચાર, પાલનપુર ભારત સરકારની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીજી/૨૭/૨૦૨૦/વિ-૧, કઅવ/૧૦૨૦૧૦/૪૮૨ તા.૩૦/૫/૨૦૨૦ થી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેક્ટર, રાષ્ટ્રીય સ્વાસ્થય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્ર થી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા
 
બનાસકાંઠાઃ કેસ નોંધાયેલ વિસ્તારમાં કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો

અટલ સમાચાર, પાલનપુર

ભારત સરકારની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીજી/૨૭/૨૦૨૦/વિ-૧, કઅવ/૧૦૨૦૧૦/૪૮૨ તા.૩૦/૫/૨૦૨૦ થી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેક્ટર, રાષ્ટ્રીય સ્વાસ્થય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્ર થી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના પાલનપુર શહેરમાં સુધાબેન ઉમાકાંન્ત પંડ્યાનું મકાન તથા દર્દીના મકાનના મુખ્ય દ્વારની સ્થિતિએ પાછળની બાજુ એક મકાન અને પૂર્વ દિશાના બે મકાન, ધરતી હોસ્પિટલની બાજુમાં, કિર્તીસ્તંભ વિસ્તાર, ઘર નં.૧૧૦ થી ૧૨૧, તિરૂપતિ રાજનગર સોસાયટી, આબુ હાઈવે વિસ્તાર, મકાન નં.૪૩ થી ૪૬ અને ૪૬-એ, ૪૩-એ અને ૪૩-બી શિવનગર સોસાયટી, માનસરોવરરોડ વિસ્તાર, મકાન નં.૧૨/૩૦૩ થી ૧૨/૩૦૭, ૧૨/૩૦૯, ૧૨/ર૭૮, ૧૨/૨૭૭ અને ૧૨/૨૮૨ વાલ્મીકીવાસ, મીરાંગેટ વિસ્તાર, મકાન નં.૪ થી ૭, તુલસી પાર્ક સોસાયટી, અંબિકાનગરની બાજુમાં, ગોબરીરોડવિસ્તાર, મોજે.હોડા, તા.પાલનપુર ખેતર વિસ્તાર નજીકના બે ઘર, મોજે.મડાણા (ડાંગીયા), તા.પાલનપુરના સ.નં.૮૮/૪ માં આવેલ ૧૧ મકાન, ધર નં.૪૪ થી ૪૮ અને ધર નં.૫૪ થી ૫૧ સુયોગ બંગલોઝ આકેસણ હાઈવે વિસ્તાર.

ડીસા તાલુકાના ડીસા શહેરમાં વોર્ડ નં.૧ ભવ્ય ગેલેકસી, વોર્ડ નં.૪ શ્યામ બંગ્લોઝ ભાગ-૧, વોર્ડ નં.૨ ગુલબાણીનગર શેરી નં.૧, સુખદેવનગર સોસાયટી, વસુંધરા સોસાયટી બીજી ગળી, વોર્ડ નં.૨ મહાવીર સોસાયટી પહેલી ગલી, વોર્ડ નં.૭ મારવાડી મોચીવાસ, વોર્ડ નં.૧૦ રત્નાકર સોસાયટી ધર નં.૨૯ વિરેનપાર્કની સામે, ડીસા તાલુકાનાં માલગઢ ગામે આખોલથી માલગઢ જવાના ડામર રોડની પશ્ચિમ દિશાએ માલગઢ (જોધપુરીયાઢાણી), જુનાડીસામાં બ્રાહમણવાસ, દાંતા તાલુકાના જસવંતગઢ (ભેમાળ)માં ગોદરાવાસ, (મસ્જીદ) આંબલીવાસ, ભાભર શહેરમાં જલારામ સોસાયટી પ્લોટ નં.ર૭ થી ૩૮ સુધીના વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર- જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે.

આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ-વસ્તુઓ/સેવાઓ સવારે-૭.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. ઉપરોકત દર્શાવેલ વિસ્તારમાંથી રાજય માર્ગ/ જિલ્લા મુખ્ય માર્ગ પસાર થતા હશે તો અવરજવર માટે ખુલ્લા રાખવાના રહેશે.

ઉકત જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે.
(૧) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત)
(૨) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો.
(૩) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો. આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૦ થી તા.૨૭/૦૭/૨૦૨૦ સુધી દિન-૨૮ સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.