બનાસકાંઠા@EVM: સ્ટ્રોંગરૂમમાં વાઇફાઇ પકડાયુ ? નાયબ કલેકટરે તપાસ કરી

અટલ સમાચાર,પાલનપુર લોકસભા ચુંટણી પુરી થયા બાદ EVM સ્ટ્રોંગરૂમમાં ગોઠવી દેવાયા છે. અને તેની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરંતુ બનાસકાંઠાના જગાણા ખાતે ઈવીએમ સ્ટ્રોંગરૂમ પાસે નમો વાઈફાઈ કનેક્ટ થયાની તસવીરો વાયરલ થઈ છે. જેના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જો કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સ્ટ્રોંગરૂમ ખાતે પહોંચીને તપાસ શરૂ
 
બનાસકાંઠા@EVM: સ્ટ્રોંગરૂમમાં વાઇફાઇ પકડાયુ ? નાયબ કલેકટરે તપાસ કરી

અટલ સમાચાર,પાલનપુર

લોકસભા ચુંટણી પુરી થયા બાદ EVM સ્ટ્રોંગરૂમમાં ગોઠવી દેવાયા છે. અને તેની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરંતુ બનાસકાંઠાના જગાણા ખાતે ઈવીએમ સ્ટ્રોંગરૂમ પાસે નમો વાઈફાઈ કનેક્ટ થયાની તસવીરો વાયરલ થઈ છે. જેના કારણે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જો કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સ્ટ્રોંગરૂમ ખાતે પહોંચીને તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે, અગાઉ ગાંધીનગર ખાતે પણ સ્ટ્રોંગરૂમ પાસે નમો વાઈફાઈ અને જીઓ વાઇફાઇ કનેકશનની તસવીરો સામે આવી હતી. જે બાદ જગાણા ખાતે રખાયેલા ઈવીએમના સ્ટ્રોંગરૂમ પાસે પણ વાઈફાઈ કનેક્શનની તસવીરો વાયરલ થઈ હતી. નમો નામના વાઈફાઈ કનેકશનથી અનેક અટકળો શરૂ થઈ છે. જો કે નાયબ ચૂંટણી અધિકારીએ પહોંચીને તપાસ શરૂ કરી છે. કોંગ્રેસી ઉમેદવારના સગા સ્ટ્રોંગરૂમ ચેક કરવા ગયા હતા ત્યારે ત્યાં વાઈફાઈ કનેક્ટ જોવા મળ્યું હોવાનું સામે આવ્યું.