બનાસકાંઠાઃ 14 થી 35 વર્ષના કલાકારોની લોકનૃત્ય તાલીમ શિબિર યોજાશે

અટલ સમાચાર, પાલનપુર અનુસૂચિત જાતિના 14 થી 35 વર્ષના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોકનૃત્યની તાલીમ શિબિર યોજવામાં આવે છે. આ તાલીમ શિબિરમાં જોડાવા માંગતા કલાકારોએ પોતાની અરજી સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નામ, સરનામું, મોબાઇલ નંબર તથા કલા ક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી તા.20-11-2019 સુધીમાં
 
બનાસકાંઠાઃ 14 થી 35 વર્ષના કલાકારોની લોકનૃત્ય તાલીમ શિબિર યોજાશે

અટલ સમાચાર, પાલનપુર

અનુસૂચિત જાતિના 14 થી 35 વર્ષના કલાકારોની પરંપરાગત કલાને જીવંત રાખવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત લોકનૃત્યની તાલીમ શિબિર યોજવામાં આવે છે. આ તાલીમ શિબિરમાં જોડાવા માંગતા કલાકારોએ પોતાની અરજી સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નામ, સરનામું, મોબાઇલ નંબર તથા કલા ક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી ભરી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી તા.20-11-2019 સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-2, ડ-21, બીજો માળ, પાલનપુર ખાતે મોકલી આપવાની રહેશે. પસંદગી પામેલ કલાકારોને ફોનથી જાણ કરવામાં આવશે.