બનાસકાંઠાઃ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન ચડોતર શાળાની મુલાકાતે

અટલ સમાચાર, પાલનપુર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે પાલનપુર પાસે આવેલી એક શાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ શાળામાં તેઓ ટ્રસ્ટી હોવાના કારણે વર્ષમાં એક વખત ચોક્કસ આ શાળાની મુલાકાત લઈ શિક્ષણ નું સ્તર સુધારવા માટે પ્રયાસો કરે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા
 
બનાસકાંઠાઃ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન ચડોતર શાળાની મુલાકાતે

અટલ સમાચાર, પાલનપુર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે પાલનપુર પાસે આવેલી એક શાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ શાળામાં તેઓ ટ્રસ્ટી હોવાના કારણે વર્ષમાં એક વખત ચોક્કસ આ શાળાની મુલાકાત લઈ શિક્ષણ નું સ્તર સુધારવા માટે પ્રયાસો કરે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ કરી ચૂક્યા છે.

આ શાળામાં તેઓ ટ્રસ્ટી હોવાના કારણે અહીં વર્ષમાં એક વખત અચૂક મુલાકાતે આવે છે અને બાળકોના શિક્ષણ અંગેની પણ ચિંતા વ્યક્ત કરે છે. સારું શિક્ષણ મળે તે માટે હંમેશા પ્રયાસો કરતા રહે છે. આનંદીબેન પટેલની મુકાકાત દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાગલે, જિલ્લા શિક્ષણ અધિકારી જે પી પ્રજાપતિ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.